શંખનાદ કાર્યાલય
જીવન જરૂરી વસ્તુમાં પાણીની સાથો સાથ દુધ પણ છે ત્યારે હાલના સંજોગોમાં આ દુધમાં પણ મોટા પાયે ભેળસેળ થતી હોવાની ફરિયાદ વ્યાપક બની છે,રાજ્યના વિસ્તારોમાં અનેક નાની મોટી ડેરીઓ આવેલી છે દૂધ માંથી મૂળભૂત તત્વો કાઢી લીધા પછી ફરી તેમાં ભેળસેળ કરી દૂધના ફેટમાં વધારો થાય તે રીતે અન્ય ચીજવસ્તુઓ મિશ્રણ કરીને જેના પેકિંગો બનાવી બહાર મોકલવાનું એક મોટુ યડયંત્ર ચાલી રહ્યું હોવાનું લોકમુખે ચર્ચાય રહ્યું છે ત્યારે તંત્ર પણ ઊંઘ માંથી જાગીને તપાસો કરે તે જરૂરી છે કારણકે આ નકલી ચીજવસ્તુઓનો કારોબાર કરોડોમાં થઈ રહ્યો છે અને કાર્યરત નાની મોટી દુધની ડેરી તથા તેમના ગોદામોમાાં નમુના લેવાય તો આ ભેળસેળ છતી થાય તેવા સંજોગો દેખાઈ છે. સિહોર સાથે સમગ્ર રાજ્યમાં જ્યા જુવો ત્યાાં બીલાડીના ટોમ જેમ દુધની ડેરી ફુટી નીકળી છે. આવી દુધ ડેરીઓના મોટા ભાગના માલિકો દ્વારા પાવડર કેમીકલ તેમજ અખાદ્ય પદાર્થો ભેળવીને ડુબ્લીકેટ દુધ બનાવી તેમજ ભેળસેળયુક્ત દુધ બનાવીને વેપારીઓ થતા ગ્રાહકોને વેચી રહ્યા હોય અને આવા દુધના નામે તગડી રકમો કમાય રહ્યા છે જેનો આંક કરોડોમાં થતો હોવાની ચર્ચાઓ થઈ રહી છે આવા દુધ સાથે તેમની ચીજવસ્તુઓ ખાવા કારણે લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે અને લોકો ગંભીર પ્રકારોના રોગના ભોગ પણ બને છે એટલુ જ નહીં પરંતુ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે જો પુરવઠા ખાતા અને તંત્ર તરફથી યોગ્ય તપાસ કરવામાં આવે તો આવી દુધ ડેરી ચલાવતા વેપારીઓની દુકાનો તથા ગોદામો પર બનાવાતા દુધના જો નમુનનાઓ લઈને લેબ ટેસ્ટીંગમાં મોકલવામાં આવે તો આવા કેટલીક દુધની ડેરીયુ ચલાવતા વેપારીઓના પગ નીચે રેલો આવે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે રાજ્યનું ફુડ વિભાગ પોતાની આળસ ખંખેરી દૂધમાં બનાવટ કરીને વેચનારા ડેરીના માલિકો સામે પગલા લેવા આમ જનતામાં માગ ઉઠવા પામી છે. અનેક લોકોના આરોગ્ય સાથે થતા ચેડા અટકાવવા પગલા લે તેવી માંગ ઉઠી છે,લોક મુખે એવું પણ ચર્ચાય રહ્યું છે કે આ તમામ ભેળસેળ તથા ભ્રષ્ટાચાર પાછળ મસમોટા અધિકારીઓ તથા રાજનેતાઓ કરોડો કમાય છે તો જે પણ આ દયાહીન પાપી કમાણી કરનારા લોકો છે તેને ઈશ્વર નો ડર રાખવો જોઈએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here