૭૦ પરિવારનાં બાળકોને મીઠાઈ સાથે ફરસાણનું વિતરણ અને સાથે મજૂરી કરતાં , વૃદ્ધ અને વિધવા માતાઓને સાડીની ભેટ આપી

હરીશ પવાર
સિહોર સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ખાતે દિવાળીનાં પાવન પર્વ નિમિત્તે જરૂરીયાતમંદ પરિવારોનાં બાળકોને મીઠાઈના બોક્ષ ને ફરસાણના પેકેટ આપીને રાજી કરીને ખરાં અર્થમાં દિવાળી ઉજવવામા આવી હતી દાંતાઓ તરફથી જન સેવાની ભાવનાથી મીઠાઈ અને ફરસાણ અને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું અને ગરીબોને ભેટ આપવામાં આવી હતી જ્યારે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળી વેકેશનમાં બાળકોને લેશન કરવા માટે ફૂલસ્કેપ ના ચોપડાનું પણ વિતરણ થયું હતું અહીં દિવાળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.