
દેવરાજ બુધેલીયા
સુરત ખાતે પોતાના પતિના ત્રાસથી એક વર્ષથી અલગ રહેતા સોનલબહેન દિનેશભાઇ ધાખકા મોડા ગામે છૂટાછેડા ન થયા હોવા છતાં પણ બીજા લગ્ન કરવા માટે જતા હતા. જેની જાણ પીડિત પરિણીતાના માસીના દીકરા હરેશભાઈ ને જાણ થતાં તેઓ સિહોર ૧૮૧ અભ્યમ ટીમને જાણ કરીને મો.ખૂટવડા પોલીસ મથકમાં બોલાવેલ. સાસરિયા ના ત્રાસથી જ પરિણીતાએ ઘરેથી કીધા વગર જ સુરત જતા રહ્યા હતા. પીડિતા એ નિવેદન આપ્યું હતું કે તેમને સુરત રાજુલા ખાતે તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરશે. સિહોર ૧૮૧ અભ્યમ ટિમ દ્વારા સંતોષકારક સેવા આપેલ.