મહિલાઓ ના રક્ષણ માટે 24 કલાક ખડેપગે રહેતી અભ્યમ ટિમ ની અદભુત રંગોળી

દેવરાજ બુધેલીયા
દિવાળી ના પર્વ માં લોકો અવનવી રંગોળી ઘરના આંગણે કરતા હોય છે. સિહોરની 181 અભ્યમ ટિમ દ્વારા સિહોરના પોલીસ મથકમાં એક અદભુત રંગોળી બનાવમાં આવી હતી. આજથી દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે ત્યારે સિહોર પોલીસ મથકમાં 181 ની ટીમે પણ તહેવારો ની ઉજવણી ના એક ભાગ રૂપે સુંદર રંગોળી બનાવામાં આવી હતી. આ 181 ટીમ અનેક પીડિત મહિલાઓના જીવનમાં ખુશીઓના રંગો પણ પુરે છે.