સિહોરમાં આવેદન પાલીતાણામાં સ્વામીના ફોટોને આગ ચાંપી,તો ગઇરાત્રે ભાવનગરમાં કાર્યક્રમ મુદ્દે આગેવાનોની અટકાયત, ચોમેર રોષ

હરીશ પવાર
સંતો મહંતોએ શરૂ કરેલા વિવાદ પછી હવે વાદ વિવાદ આગળ વધી રહ્યા છે આમ તો સંતોનું કામ સમાજના તમામ વર્ગો વચ્ચે સુમેળ સાંધવાનું છે પણ સ્વામિનારાયણ સંતોના જે ધાર્મિક વીડિયો બહાર આવ્યા છે. જેમાં અન્ય સમાજના ટીકા અને મનમાં રહેલો અન્ય સમાજ પ્રત્યેનો દ્વેષ પ્રગટ થઈ રહ્યો છે. આમ તો બાપુએ મિચ્છામી દુક્કડમ કહીને વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો પણ હવે આ મામલે દલિતો અને મેદાનમાં આવ્યા છે. તેમણે આ મામલે આ પ્રકારના ઉચ્ચારણો કરનાર સંતો સામે પોલીસ ફરિયાદ નોંધવાની માગણી કરી છે. આ મામલો ઉગ્ર બને તેવા એંઘાણ મળી રહ્યા છે ત્યારે સિહોર સહિત સમગ્ર જિલ્લામાં દલિત સમાજમાં રોષ પ્રવર્તી રહો છે છેલ્લા બે દિવસથી ચોમેર વિરોધનો સુર ઉઠ્યો છે આજે દલિત સમાજ આગેવાનો દ્વારા સિહોરમાં આવેદન પાઠવાયું છે ગઈકાલે પાલીતાણામાં સ્વામીના ફોટોને આગ ચાંપી હતી ભાવનગરમાં પણ આ મુદ્દે દલિત આગેવાનોની અટકાયત થઈ હતી ત્યારે વિવાદ વકરી રહ્યો છે જિલ્લા દલિતના આગેવાન માવજી સરવૈયા સહિતના આગેવાનો દ્વારા રોષ પ્રગટ કરીને આવેદનપત્ર આપી આ સંત સામે ગુનો નોંધવાની માગણી કરી છે