
બ્રિજેશ ગૌસ્વામી
સ્વચ્છતા અભિયાન સપ્તાહની ઉજવણી ચાલી રહી હતી તે સમયે પ્રજાના ટેક્સના લાખ્ખો રૂપિયા ખર્ચીને સ્વચ્છતાના બેનરો હેઠળ સિહોરના હાઇવે સહિત કેટલાક વિસ્તારોમાં સૂકા ભીના કચરાના સ્ટેન્ડો મુકાયા હતા પરંતુ પ્રજાના લાખ્ખો ખર્ચાયેલા પૈસા પાણીમાં તણાઇ ગયા..કચરામાં જતા રહ્યા..હાલ તો આ સ્ટેન્ડોની હાલતએ થઈ છે કે સ્વચ્છતાની સાથે તંત્રની પણ આબરૂ જઇ રહી છે તસ્વીર જોતા આપને પણ લાગશે કે ખરેખર આ સ્ટેન્ડો અહીંથી લઈ લેવા જોઈએ કારણકે કેટલાક સ્ટેન્ડો હાઇવે પર ધૂણ-ધાણી થઈને પડ્યા છે બહારના પ્રવાસીમાં આ ગામની છાપ ખરાબ પડે છે આબરૂ જાય તેવી સ્થિતિ છે જેથી અહીંથી લઈ લેવા જ યોગ્ય રહેશે જેથી તૂટેલા ફૂટેલા સ્ટેન્ડ ઉપાડી લ્યો…..