નાનુભાઈ કહ્યું કરોડોના ખર્ચે બનેલા રોડ ટૂંકા ગાળામાં તૂટી જાય આ કેવું, યોગ્ય પગલાં ભરજો નહિ તો કોર્ટમાં સાથે આંદોલનની પણ ચીમકી

શંખનાદ કાર્યાલય
સિહોર નજીકના સોનગઢ પાલીતાણા રોડ પર પડેલા ફૂટ ફૂટ ના ખાડા નું તત્કાળ રીપેરીંગ તથા રોડ બન્યા ના માત્ર એક વરસ માં આ પ્રકારે તૂટેલા રોડની ઉચ્ચ કક્ષાની તપાસ માંગ નાનુભાઈ ડાખરા દ્વારા કરવામાં આવી છે સોનગઢ પાલીતાણા હાઈ વે કે જે થોડા સમય પહેલા જ બનેલો છે એ રસ્તા પર ભાવનગર થી લઇ હદ પુરી થાય ત્યાં સુધી ના રોડ પર અનેક જગ્યાએ રોડ તૂટી ગયો છે ખૂબ મોટા ખાડા પડયા છે જેને લઈને માર્ગ પર અકસ્માત થવા તથા વાહનો ને પણ ખૂબ મોટા નુકશાન થાય તેવી સ્થિતિ બની છે સોનગઢ પાલીતાણા રોડ પણ ગત વર્ષે જ બન્યો ને તે જ સમયે તૂટી પણ ગયો હતો અને અત્યારે ફરી આ રોડ પર ભયંકર ખાડા પડયા છે , બંને રોડ નું તત્કાળ રીપેરીંગ થાય એ તો જરૂરી છે જ..પરંતુ પ્રજા ના કરોડો રૂપિયા વાપરી ને બનતા રોડ જો આટલા ટૂંકા ગાળા માં તૂટી જાય તો રીપેરીંગ તો ઠીક છે પણ રોડ શા માટે આ પ્રકારે તૂટી જાય એની ઉચ્ચ કક્ષાની તપાસ જરૂરી છે , નિયમ અનુસાર કામ ન થયું હોય , યોગ્ય મટીરીયલ ના વપરાયુ હોય તો તેની પણ તપાસ થાય પગલાં.ભરાય એ જરૂરી છે આ વિષય ની ગંભીરતા નહીં લેવાય તો નાનુભાઈ દ્વારા કોર્ટ માં જવા કે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here