પોલીસની કામગીરી સામે આગેવાનો સંતોષ માન્યો

હરીશ પવાર
સોનગઢ પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોરનો લોક દરબાર યોજાયો હતો જેમાં સોનગઢ પોલીસ અધિકારી સહિત સ્ટાફ અને સરપંચ તાલુકા પંચાયતના સદસ્યો. જિલ્લા પંચાયતના સદસ્ય ગ્રામપચાયત સદસ્યો. ગ્રામજનો જૈન સમાજના આગેવાનો સમાજમાં શ્રેષ્ઠીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. સોનગઢ પો.સ્ટે.ના પી.એસ.આઈ. ડી.બી.વાઘેલા. પાલીતાણા ડી વાય એસ.પી પોલીસ સ્ટાફ દ્વારા એસ પી જયપાલસિંહનું સ્વાગત તેમજ આમંત્રીતોએ પોલીસ સ્ટાફના વિવેકને લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો તેમજ અસામાજીક તત્વો. બુટલેગરો. વાહન નિયતરણ.તેમજ ટ્રાફિક અભિયાન હાથ ધરવામાં આવે છે સતત સોનગઢ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરવામાં આવે છે.આ સાથે કોઈ ગુનાહિત પ્રવુતિ ઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને કોઈ ચમરબધીઓ ની શેહ શરમ વગર ચુસ્ત કાયદા નું પાલન કરવામાં આવતું હોય જેને લઈ સોનગઢ પોલીસ અધિકારી તેમજ પોલીસ સ્ટાફની કામગીરી નો સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here