બ્રિજેશ ગૌસ્વામી
છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણને લઈ મકાનો પડવાના અસંખ્ય બનાવો બન્યા છે ખાસ કરીને સિહોર શહેરમાં જુનવાણી અસંખ્ય મકાનો ધરાશાઈ થયા છે જ્યારે સિહોર નજીકના સોનગઢ ગામે તો વરસાદના કારણે પડેલા મકાનમાં એક વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે ત્યારે સોનગઢના પ્લોટ વિસ્તારમાં આવેલ મકાનની વધુ એક દીવાલ ધરાશાઈ થઈ છે જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી