સર્વત્ર ગણપતિ બાપ્પા મોરિયા.નો નાદ ગુંજશે, પૂજન, અર્ચન, મહાઆરતી, ધૂન, ભજન, કિર્તન સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે

બ્રિજેશ ગૌસ્વામી
સોમવારથી દેશભરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ગણેશ મહોત્સવ અંતર્ગત સિહોર સહિત પંથકના ગામેગામ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરીને દરરોજ પુજન-અર્ચન કરવામાં આવશે. ઘરોથી માંડીને ચોક સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન થશે સોમવાર સવારથી જ ‘ગણપતિ બાપા મોરીયા’ના નાદ ગુંજી ઉઠશે મહોત્સવનો પ્રારંભ થતાં જ દર વર્ષ માફક આ વર્ષે પણ સમગ્ર પંથકમાં શ્રદ્ધાળુઓમાં ઉત્સાહનો માહોલ છવાઈ જવાનો છે ગણેશજીના આગમનને વધાવવા ભાવિકોમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે ભાવિકો પોતાના ઘરોમાં તેમજ મંડળોમાં ગણપતિજીને વાજતે ગાજતે સોમવારે વધાવી સ્થાપના .કરશે ગણેશ મહોત્સવ અંતર્ગત પુજન, અર્ચન, મહાઆરતી, ધુન, ભજન, કિર્તન સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે. દરરોજ રાત્રે મહાઆરતી,પુજન, મહાપ્રસાદ અને રાસોત્સવના કાર્યક્રમો પણ યોજાશે. વિવિધ મિત્ર મંડળ અને શેરી ગૃપો દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. અબીલ-ગુલાલની બૌછાર વચ્ચે યુવાનો તાથા વડીલો ગજાનંનની સોમવારથી સ્થાપના કરશે દરરોજ આરતી, ધુન, સહીતના કાર્યક્રમો યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here