સિહોર નગરપાલિકા અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી સાથે સંયુક્ત કાર્યક્રમનું આયોજન, પરમ “દાડે” સિંહપુરની નગરીમાં ઇતિહાસની શુરો લહેરાશે, જામી પડશે..પધારજો


દેવરાજ બુધેલીયા
માનનીય પ્રધાનમંત્રી આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના જન્મ દિવસને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે સમગ્ર દેશ રાજ્ય અને જિલ્લામાં ખાસ કરીને ભાજપના વિવિધ સંગઠનનો દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમનું આયોજન કર્યું છે અને સેવા સપ્તાહની ઉજવણી પણ ભાજપ દ્વારા કરવામાં આવનારી છે જ્યારે સોમવારે બંધન પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય ડાયરનું આયોજન કરાયું છે જેમાં કંઠના શૂરવીર રાજભા ગઢવીના ડાયરાનું આયોજન કરાયું છે સિહોર નગરપાલિકા દ્વારા આયોજિત અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી શૌર્યરસ રંગકસુંબલ ડાયરાનું આયોજન કરાયું છે આ લોકડાયરો સોમવારના રોજ શહેરના નામાંકિત બંધન પાર્ટી પ્લોટ ખાતે યોજાશે જેમાં લોક સાહિત્યકાર અને કંઠનો શૂરવીર રાજભા ગઢવી અને દેવાંગી પટેલના આ કાર્યક્રમમાં બંધન ખાતે સિંહપુરની નગરીમાં ઇતિહાસની શુરો લહેરાશે અને રંગમાં રંગ જામશે રાજભા ગઢવી વિશે એમ કહેવાય કે એમના કંઠે માં સરસ્વતી બિરાજે છે એમના કાર્યક્રમમાં એમની એક એક ઈતિહાસની વાતો લાખ્ખોની જનમેદનીને જકડી રાખે છે ત્યારે સોમવારે બંધન ખાતે સિહોર નગરપાલિકા અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ કાર્યક્રમમાં સમગ્ર શહેરની જનતાને પધારવા શહેરના પ્રથમ નાગરિક દીપ્તિબેન ત્રિવેદી દ્વારા અનુરોધ કરાયો છે