
સોશ્યલ મિડિયાનો ગેર ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે ખાસ કરીને ફેસબુકમાં ધર્મ જાતિ અને ધાર્મિક લાગણીઓ દુભાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે આપ વાંચીને વિચારતા કરી મૂકે તેવી ઘટના બારડોલીના નાદેડા ગામના જીતુ મિસ્ત્રી નામના યુવક સાથે બની છે જેમની એક ફેસબુક કોમેન્ટના કારણે તેમના ઘરે પોલીસ મથકે હાજર થવા સમન્સ મોકલાવાયુ છે વાત એવી છે કે સોશ્યલ મીડિયા ફેસબુક પર દેવ ચૌધરી નામનું ફેસબુક એકાઉન્ટ છે અને જેમાં જીતુ મિસ્ત્રી તેમનો ફ્રેન્ડ્સ છે જેમાં દેવ ચૌધરીએ ગઈકાલે બારડોલીમાં દારૂ ગાંજો મોટા પાયે વેચાઈ છે PUC હેલ્મેટ એટલું જ જરૂરી છે અને જેનો કડક રીતે અમલ કરવો જરૂરી છે આ રીતની પોસ્ટ દેવએ મુકેલી હતી જેમાં જીતુ મિસ્ત્રીએ “જોરદાર” તેવી કોમેન્ટ કરેલી આ કોમેન્ટ યુવકને એટલી ભારે પડી કે પોલીસનું સમન્સ એમના ઘરે પોહચ્યું અને પોલીસ મથકે હાજર થવા ફરમાન થયું છે કારણકે પોલીસનું કહેવું છે કે બારડોલીમાં ક્યાં ક્યાં દારૂ ગાંજો વહેંચાય છે તેનાંથી જીતુ મિસ્ત્રી નામનો યુવક માહિતગાર છે અને જેમની પાસેથી માહિતી મેળવી જેમને સાથે રાખીને પોલીસ કાર્યવાહી કરશે નું સમન્સ જીતુ મીસ્ત્રીના ઘરે પોહચ્યું છે ત્યારે બારડોલી પોલીસ મથક ખાતે એક ફેસબુક કોમેન્ટે જીતુને હાજર થવા ફરમાન થવા ફરમાન થયું છે આપની એક ગેર ઉપયોગી ફેસબુક કોમેન્ટ જેલના સળિયા પાછળ ધકેલી શકે છે તેથી આપ પણ વિચારી સમજી સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરો અને આપ પણ સાવચેત રહો