ગૌતમેશ્વર આઠમના મેળાને અઠવાડિયું થઈ ગયું તો પણ કચરાના ચારેકોર ઢગલા દેખાઈ છે

મિલન કુવાડિયા
ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત નું એક સરસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સ્વચ્છ દેશ હશે તો તેનો ફાયદો નાગરિકો ને જ થવાનો છે પરંતુ સિહોરમાં ગૌતમેશ્વર મહાદેવ ની આસપાસ કે જ્યાં જન્માષ્ટમી નો મેળો ભરાયો હતો તેની આજની હાલત જોતા લાગે છે કે હજુ લોકો માં સ્વચ્છતા માટે જાગૃતતા આવી નથી. સરકાર ને પોતાના સ્વાર્થ માટે જાહેરાત કરતી હોય એમાં આપણે શું જ્યાં ત્યાં નાખો કચરો તંત્ર નવરુ જ છે સાફ સફાઈ કરવા માટે આવી મનમાં ગાંઠ વાળીને બેઠેલા લોકોએ પોતાના ઘરમાં કચરો નાખવાનું શરૂ કરવું જોઈએ એટલે એક બે દિવસમાં જ આંખો ઉઘડી જશે કે સ્વચ્છ ભારત ની ઝુંબેશ કેમ શરૂ કરાઇ છે. સિહોરના ગૌતમેશ્વર મહાદેવ એ જન્માષ્ટમી ના મેળા ને અઠવાડિયું વીતી ગયું છે પણ હજુ ત્યાં કચરાના ઢગલાઓ પડ્યા છે. લોકો મેળામાં આવ્યા ને મોજ માણી ને કચરો વેરીને ચાલતા થઈ ગયા. શુ તંત્ર ની એક ની માથે જ જવાબદારી છે સ્વચ્છતા રાખવાની એક ભારત ના જાગૃત નાગરિક તરીકે આપણી કોઈ ફરજ નથી ? રસ્તા ઉપર કચરો નાખતા એક વાર વિચાર કરજો કે મારા ઘરમાં જ હું આમ કચરો નાખું તો ઘર કેવું થઈ જશે ?!!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here