
દેવરાજ બુધેલીયા
સ્વાદ, સોડમ અને સ્વાથ્ય માટે શ્રેષ્ઠ ગણાતા ગોહિલવાડના લાલ જમરૂખની સિહોર અને પંથકની સાથે ભાવનગર જિલ્લા બહાર પણ સારી માંગ રહે છે. લાલ જમરૂખ દેવ દિવાળી પૂર્ણ થતા જ બજારમાં આવી ગયા છે. સ્વાદ રસીકોને સફેદ કે આછા લીલા જમરૂખ કરતા ખાવામાં પોચા તથા નરમ અને લાલ કલરના હોવાથી તેની પસંદગી વધારે રહે છે. જેનો સ્વાદ લોકોને દિવાળીથી પોષ માસ સુધી મળે છે. હાલ સિહોર શહેરની બજારમાં રૂા.૪૦ થી રૂા.૬૦ ના કિલોના ભાવે જમરૂખનું વેચાણ થઇ રહ્યું છે.