વારંવાર વરસાદથી સિહોરના વરલ પાસે નાળાના ડાયવર્ઝનમાં પાણી ભરાઈ છે વાહનો અટવાઈ છે ખોરવાઈ છે લોકો હેરાન થાય છે અને તંત્ર અને કોન્ટ્રાકટરો તમાશો જોવે અને લોકો હેરાન થતાની મજા લે,

સલીમ બરફવાળા
છેલ્લા કેટલાક સમયથી નાળુ બને છે, ક્યારે કામ પૂરું થશે, સમય મર્યાદા ખરી કઈ.? લોકો અહીંના રોડથી તંગ આવ્યા છે, સિહોર તાલુકાના ટાણા વરલ પટ્ટીના ગામડાઓમાં વરસાદ પડે એટલે લોકોની કઠણાઈ બેસી જવા પામેં છે અને લોકોના રોડ રસ્તાના તમામ કામો અટકી પડે છે વરલ ગામ પાસે નવા બનાવેલા નાળા માટે કાઢવામાં આવેલ ડાયવર્જનમાં વારંવાર પાણી ભરાઇ છે અને જેના કારણે વારંવાર વાહનોને અસર પડે છે વાહનો અટવાઈ છે અટકાઈ છે ખોરવાઈ છે કતારો લાગે છે પરંતુ કોન્ટ્રાક્ટર કે તંત્રના આખે પાટા લાગેલા હોઈ તેવું દેખાઈ છે કારણ કે અહીંની લોકોને પડતી મુશ્કેલીમાં તંત્ર અને કામ કરનાર તમાશો જોઈને મજા લેતા હોય તેવું દેખાઈ છે વરલ એ સિહોર તાલુકાના મોટા ગામો પૈકીનું એક ગામ છે. આ ગામના પાદરમાં નદીમાં ચોમાસામાં જયારે પૂર આવે ત્યારે કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઇ જાય છે. આથી નદી પર નાળું બનાવવાની માંગ પ્રબળ બની રહી હતી. પ્રબળ લોકમાંગ બાદ આખરે આ ગાળાનું કામ મંજુર થયું. નાળું મંજુર થયું અને ગાળાનું કામ ચાલું પણ થયું. પરંતુ આ ગાળાનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે. જેને કારણે આ વિસ્તારના લોકોમાં એવું ચર્ચાઇ રહ્યું છે કે જો આ જ ગતિએ કામ ચાલતું રહેશે તો આ નહિ આવતા ચોમાસા પહેલાં પણ આ કામ પૂર્ણ થાય એવી કોઇ શકયતા જ નથી. આ રોડ પરથી આખા દિવસ દરમ્યાન અસંખ્ય વાહનો પસાર થાય છે. અને સિહોર ,તળાજા અને મહુવા પંથકના ગામો જવા વાહનો પસાર થાય છે. લાંબા રૂટની બરવાળા-મહુવા એસ.ટી. પણ આ જ રોડ પરથી પસાર થાય છે. આથી વહેલી તકે કામ પૂર્ણ થાય તે અત્યંત આવશ્યક છે.