શંખનાદ કાર્યાલય
જાહેર ક્ષેત્રની બેંકોએં 26 અને 27 સપ્ટેંબરે હડતાલ કરવાની જાહેરાત કરી હતી પરંતુ કેન્દ્રના નાણાં સચિવ સાથે થયેલી મુલાકાત બાદ આ હડતાળનો નિર્ણય બેંકોએ પાછો ખેંચ્યો હતો એવી જાહેરાત કરવામાં આવી હતી. કેટલીક નાનકડી બેંકોના મર્જરથી મોટી બેંકોના કામકાજમાં ભારે વધારો થવાનો ડર આ બેંકોનાં મનમાં હતો એટલે મર્જરના સરકારી નિર્ણયનો વિરોધ કરવા માટે હડતાળની  જાહેરાત થઇ હતી. આ હડતાળ છથી સાત યુનિયનો દ્વારા કરવામાં આવી હતી. સોમવારે પાટનગર નવી દિલ્હીમાં નાણાં સચિવ રાજીવ કુમાર સાથેની બેઠકમાં નાણાં સચિવે એમને આશ્વાસન આપ્યું હતું કે તમને કોઇ રીતે ત્રાસ કે હેરાનગતિ નહીં થાય એની પૂરતી તકેદારી સરકાર લેવાની છે. આ બેઠક બાદ બેંકોના ઑફિસ્રનાસ યુનિયનોએ એવી જાહેરાત કરી હતી કે અમે હડતાળ નહીં કરીએ. આમ હવે 26 અને 27મીએ હડતાળ નહીં પડે. જો હડતાળ પડી હોત તો નાગરિકોને ખૂબ ત્રાસ પડ્યો હોત કારણ કે 26મીએ ગુરૂવાર અને 27મીએ શુક્રવાર છે. ત્યારપછી આવે શનિવાર. બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે એટલે ગુરૂવારથી લગભગ સોમવાર સુધી બેંકો બંધ રહેવાથી અબજો રૂપિયાના વ્યવહારને નકારાત્મક અસર થવાની પૂરી શક્યતા હતી જો કે નાણાં સચિવ સાથેની બેઠક પછી આ હડતાળ નહીં કરવાની જાહેરાત યુનિયનોએ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here