સિહોરના ખારી ગામ નજીક ડૂબતી પુત્રીને બચાવવા જતા માતા સહિત પુત્રનું મોત: ભારે અરેરાટી સાથે માતમ

માતા અને બહેનને ડૂબતી જોઈ આઠ માસનો લાલજી પણ પાણીમાં ઉતરી ગયો, ભલભલાના રુવાડા બેઠા કરી દેનારી ઘટના

દેવરાજ બુધેલીયા
સિહોરના ખારી ગામે માતા સહિત બે બાળકોના મોતથી ભારે કરુણાતીકા સર્જાઈ છે આ વર્ષે વરસાદ ભરપૂર વરસવાથી ઠેરઠેર તળાવો અને ચેકડેમો પાણીથી ભરાયા છે છેલ્લા થોડા દિવસોમાં આજે ખારીની ઘટનાને બાદ કરતાં ઓન જિલ્લામાં પણ પાણીમાં ડૂબી જવાથી મોતના બનાવો અનેક સામે આવ્યા છે. હજુ બે દિવસ પહેલા જ પાલીતાણા માં એક જ પરિવાર ના ત્રણ બાળકો પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. હવે દિવાળી નું પર્વ બારણે જ આવીને ઉભું છે ત્યારે ખારીના રાઠોડ પરિવારમાં આ ઉજાસના તહેવારે જ કાળો મોતનો અંધકાર છવાઈ ગયો છે. એક જ પરિવારના કુમળા બે બાળકો અને તેની માતા તળાવના પાણીમાં ગરકાવ થઈ જતા ઘટના સ્થળે જ મોતને ભેટી ગયા હતા. હવે આને ઈશ્વરની ક્રૂરતા કહેવી કે શું નાનાં બાળકોના મોતથી હૃદય કંપી ઉઠતા હોય છે ત્યારે જિલ્લામાં બે દિવસમાં પાંચ કુમળા ફૂલ મોતના તળાવમાં ડૂબી ગયા હતા. હે રામ થોડી તો રહેમ કર નાના બાળકો ઉપર. સિહોર પાસે ના કનાડ અને ખારી ગામ વચ્ચે આવેલા તળાવ માં ડૂબી જતા માતા અને પુત્ર -પુત્રી સહિત ત્રણ ના કરુણ મૃત્યુ નિપજ્યા હતા નાનકડા ખોબા જેવડા ગામ માં ભારે અરેરાટી સર્જી દીધી હતી અને કોળી સમાજ માં ઘેરાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી બનાવની પ્રાથમિક વિગતો માં ઘાંઘળી ગામે પિયર ધરાવતા અને કનાડ ખારી ગામ વચ્ચે આવેલા એક તળાવ પાસે રહેતા કોળી નરેશ ભાઈ રાઠોડ ના પત્ની નયનાબેન (૨૭) આજે તળાવ પાસે કામ કરતા હતા તે વેળા એ ચાર વર્ષેની દીકરી માયા તળાવમાં નહાવા માટે ઉતરી હતી તે વેળાએ તે ડૂબી જતાં તેની માતા નયનાબહેન તેને બચાવવા માટે થઈને તળાવમાં પાણીમાં ઉતરી ગયા હતા. માતા અને બહેન ને ડૂબતી જોઈને આઠ માસનો લાલજી પણ પાછળ પાણીમાં ઉતરી ગયો હતો. ત્રણે વ્યક્તિઓ બચાવ બચાવ ની બુમો પાડતા આજુબાજુ ના લોકો બચાવવા માટે થઈને દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો દવારા માતા પુત્રી પુત્ર ને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તપાસ કરતા સ્થળ ઉપર જ તેઓ મોતનો ભોગ બન્યા હતા. બનાવની જાણ થતા મામલતદાર પોલીસ સહીત નો વહીવટી કાફલો બનાવસ્થળે પોહચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here