સિહોર કનિવાવના યુવકે ગળાફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધું, યુવકે ડિપ્લો સુધી અભ્યાસ કર્યો છે
યુવકના પરિવારની સ્થિતિ ખૂબ નાજુક છે, પિતા હયાત છે નહીં..માતા સાથે રહેતા આશાસ્પદ ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણી દીધો

હરેશ પવાર
સિહોરના નવાગામ કનિવાવના શિક્ષીત યુવાને મગજના અસ્થિરતા ને લઈ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ મોત ને વ્હાલું કરીને જીવનનો અંત આણી દીધો છે દુઃખદ ઘટનાની વિગતો એવી છે કે આજરોજ નવાગામ કનિવાવ ખાતે રહેતા પ્રજાપતિ પરિવારના જનકભાઈ બચુભાઈ ધંધુકિયા ના અપરણિત એવાં રુષભ જનકભાઈ ધધુકિયા ઉ.વ.૨૧ જાતે.કુંભાર જેઓ ડિપ્લો સુધી અભ્યાસ કરી પોતાના પરિવાર ની આર્થિક પરિસ્થિતિ ખુબજ નાજુક હોય જેઓ નોકરીના ટેંશન લઈ જેઓ બેરોજગારી અને માનસિકતા ને લઈ જેઓ છેલ્લા 4 વર્ષ થી મગજની બીમારી ની દવા ચાલુ હતી.અને તબિયત સુધારા પર હતુ. પણ આર્થિક માનસિકતા ને લઈ પોતાના ઘરે બપોરના ગળે દુપટ્ટો નાખીને ગળાફાંસો ખાઈ મોત ને વ્હાલું કર્યું હતું.પરિવાર માં બે ભાઈ માં મરણજનાર મોટો હતો તેમજ પરિવાર મરણજનાર ની માતા એ છુટ્ટાછેડા લીધેલા હોય અને માતા સાથે આ બન્ને પુત્રો રહેતા હતા અને 18 વર્ષ નો પુત્ર પ્રતીક છુટી મજૂરી કરે છે .મરણજનાર રુષભ ના મોત થી માતા નિર્મલાબેન આઘાત થી ઘર નો મોભી જવા થી આઘાત કરુણતા ને લઈ પરિવાર વિખાયો હતો માતા પુત્ર ના મોત થી હતપ્રત થઈ ગઈ હતી .જેને લઈ લાશ ને સિહોર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવેલ આ અંગે ની સિહોર પોલીસ મથક ના ASI. જે.બી.ત્રિવેદી. હે.કો.જયેશભાઇ રાઠોડ. પો.કો.જગતસિંહ ગોહિલ તપાસ કરી રહ્યા છે.