મુખ્યમંત્રી આજે દાદાસાહેબ જૈન દેરાસર ખાતે કાર્યક્રમમાં હાજરી આપી, મુખ્યમંત્રી નું તિલક-માળા અને સાફા દ્વારા અદકેરું સ્વાગત કરવામાં આવ્યું, મુખ્યમંત્રી અને તેમના પત્ની અંજલી બેન દ્વારા ઉપવાસી પીન્કીબેન ને પારણા કરાવ્યા.

સલીમ બરફવાળા
જૈન ધર્મમાં તપનો મહિમા અપરંપાર છે. ભગવાન મહાવીરે પોતાના જીવનમાં સૌથી દીર્ધ તપશ્ર્ચર્યા છ માસ એટલે ૧૮૦ ઉપવાસની કરી હતી. એ તપની સ્મૃતિમાં ૧૮૦ઉપવાસની દીર્ધ તપશ્ર્ચર્યા કરવામાં આવે છે. ભાવનગરના રહેવાસી મહાન તપસ્વી રત્ન પીંકીબેન જયેશભાઇ શાહ પરમપૂજય શાસન સમ્રાટ આચાર્ય વિજયનેમીસુરી મ.સા.ના દિવ્ય આશીષથી તથા પ.પૂ. આ.શ્રી. નયપ્રભસુરી મ.સા.ની પ્રેરણા અને આશિર્વાદથી તેમજ પોતાના દ્રઢ મનોબળથી તેઓ આ દીર્ધતપશ્ર્ચર્યા આજે પારણા કરી અને પૂરી કરી હતી, તેઓની ભાવના ૧૦૮ ઉપવાસ કરવાની હતી પરંતુ ગુરુદેવની પ્રેરણાથી ભગવાન મહાવીરે કરેલ ૧૮૦ ઉપવાસનું તપ તેઓએ સાતા પૂર્વક પૂર્ણ કરેલ છે. જૈન ધર્મના ઉપવાસ એટલે કશું પણ ખાવા પીવાનું નથી હોતું, ફક્ત ઉકાળેલું પાણી સવારે ૯ થી સાંજે ૬ સુધી જ પી શકાય ત્યાર બાદ જુદી જુદી ધાર્મિક વિધિઓ કરવાની હોય છે, જૈન ધર્મના આવા તપ આગળ આજે વિજ્ઞાન પણ મૌન બની ગયું છે અને તેઓ તેમનું આ તપ “દેવ ગુરુ પસાય” એટલે કે દેવ અને ગુરુના આશીર્વાદ થી આ તપ થયું છે. આજે આ મહાન તપસ્વીને અનુમોદના કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમના પત્ની અંજલિબેન ભાવનગરના ધારાસભ્ય અને મંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળ તેમજ જૈન સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં પારણાનો પ્રસંગ ભારે ઉલ્લાસ પૂર્વક કરવામાં આવ્યો હતો. આ તકે મુખ્યમંત્રી નું તિલક-માળા અને સાફા દ્વારા અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગરના નાના મોટા અનેક તપના તપસ્વીઓને મુખ્યમંત્રીએ સાતા પૂછી હતી જયારે મુખ્યમંત્રી વિજયભાઈ એ તમામ જૈન બંધુઓને સવંત્સરીના મિચ્છામી દુક્કડમ પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે જે ખુબ જ ઓછા લોકો કરે છે તેવી ઉગ્ર તપસ્યા ભાવનગર ની ધરતી પર થઇ છે અને તેના પારણા કરાવવાની મને સદ્ભાગ્ય સાંપડ્યું છે તે મારા અહોભાગ્ય છે. જયારે મુખ્યમંત્રી અને તેમના પત્ની અંજલી બેન દ્વારા ઉપવાસી પીન્કીબેન ને પારણા કરાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here