વિકલ્પ તરીકે સિહોરમાં ૨ અને જિલ્લામાં ૨૨ ઈ-સ્ટેમ્પીંગ/ફ્રેન્કિંગ સુવિધા કેન્દ્રો કાર્યરત કરવામા આવશે

શંખનાદ કાર્યાલય
રાજ્ય સરકાર દ્વારા નાગરીકોને સ્ટેમ્પ મેળવવામાં પડતી મુશ્કેલીઓ ધ્યાને લઈ ઈ-સ્ટેમ્પીંગ રુલ્સ-૨૦૧૪ ના નિયમ-૧૩ માં તા.૨૩/૮/૨૦૧૯ ના જાહેરનામાથી સુધારો કરીને ૧લી ઓક્ટોબર ૨૦૧૯થી રાજ્યભરમાં નોન જ્યુડીશીયલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. તા.૧લી ઓક્ટોબર,૨૦૧૯થી ફીઝીકલ સ્ટેમ્પ પેપર બંધ થતા જાહેર જનતાને સ્ટેમ્પ મેળવવામાં કોઈ તકલીફ ના પડે તે માટે ઈ-સ્ટેમ્પિંગની સુવિધાથી શીડ્યુઅલ બેંકો, કેન્દ્ર અને રાજ્ય સરકારનાં નિયંત્રણ હેઠળની નાણાંકીય સંસ્થાઓ કે એકમો અને પોસ્ટ ઓફીસ ઉપરાંત લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર, ચાર્ટડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, બંદર/પોર્ટ ખાતેના સી એન્ડ એફ એજન્ટ, ઈ-ગવર્નન્સ પ્લાન હેઠળ કાર્યરત કોમન સર્વીસ સેન્ટર આરબીઆઈ રજીસ્ટર્ડ નોન બેકિંગ ફાઈનાન્સીયલ કંપની અને લાયસન્સી નોટરી પૈકી જે વ્યક્તિઓ/સંસ્થાઓને એ.સી.સી. કેન્દ્રની મંજુરી માટે ભાવનગર જિલ્લાની સ્ટોક હોલ્ડિગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પ્રા.લી.ની કચેરી, જી/૨, વસુંધરા કોમ્પ્લેક્ષ, પેલો માળ, દક્ષિણામુર્તિ સ્કુલની સામે, વાઘાવાડી રોડ, ભાવનગર ખાતેથી શ્રીધર્મિનભાઈ મેહતા મો.નં.૯૪૨૮૮૫૬૦૩૬ પાસેથી ફોર્મ મેળવી ઈ-સ્ટેમ્પીગનું લાયસન્સ મેળવવા માટેની અરજી કરી શકશે સાથે સિહોરમાં બે અને જિલ્લામાં હાલમાં ફ્રેન્કિગ તથા ઈ-સ્ટેમ્પીગના કુલ ૨૨ સુવિધા કેન્દ્રો કાર્યરત છે આ કેન્દ્રો પરથી નાગરીકો ઈ-સ્ટેમ્પીંગ ફ્રેન્કિગની સુવિધા મેળવી શકશે તેમ નિવાસી અધિક કલેક્ટરશ્રી યાદીમાં જણાવેલ છે.
અહીં ૨૨ સ્થળે સુવિધા ઉપલબ્ધ:-
(૧) વસુંધરા કોમ્પ્લેક્ષ દક્ષિણામુર્તિ સ્કુલની સામે, વાઘાવાડી રોડ, ભાવનગર,
(૨) હેડ કવાર્ટર સબ રજીસ્ટ્રાર કચેરી, મોતીબાગ ભાવનગર
(૩) મામલતદાર કચેરી કંપાઉન્ડ, ઘોઘા
(૪) મામલતદાર કચેરી કંપાઉન્ડ,પાલીતાણા,
(૫) મામલતદાર કચેરી કંપાઉન્ડ,ગારીયાધાર,
(૬) મામલતદાર કચેરી કંપાઉન્ડ,તળાજા,
(૭) મામલતદાર કચેરી કંપાઉન્ડ,મહુવા,
(૮) મામલતદાર કચેરી કંપાઉન્ડ, સિહોર
(૯) મામલતદાર કચેરી કંપાઉન્ડ, ઉમરાળા,
(૧૦) મામલતદાર કચેરી કંપાઉન્ડ, વલ્લભીપુર,
(૧૧) મામલતદાર કચેરી કંપાઉન્ડ, જેસર
(૧૨)સી.એસ.સી. સેંટર, રાજેન્દ્રસિંહ ગોહિલ મું.ઉખરલા
(૧૩) સી.એસ.સી. સેંટર, આશ્રમ રોડ, ગારીયાધાર,
(૧૪) સ્ટેટ બેંક ઓફ ઈંડિયા, નિલમબાગ શાખા, ભાવનગર,
(૧૫) સ્ટેટ બેંક ઓફ ઈંડિયા, આર.એ.સી.પી.સી. શાખા, નિલમબાગ પાસે, ભાવનગર,
(૧૬) સિહોર નાગરીક સહકારી બેંક લી. શાસ્ત્રીનગર શાખા, શ્રીજીકૃપા કોમ્પ્લેક્ષ, શાસ્ત્રીનગર, ભાવનગર,
(૧૭) સિહોર નાગરીક સહકારી બેંક લી. દાણાપીઠ શાખા, મહેંદી ચોક પાસે, દાણાપીઠ, ભાવનગર,
(૧૮) કોસમોસ બેંક, શોપ નં. ૧,૨,૩, ગાલા સેન્ટર, દાદા સાહેબ જૈન દેરાસર સામે, કાળાનાળા, ભાવનગર,
(૧૯) ભાવનગર ડીસ્ટ્રીક્ટ કો.ઓ.બેંક લી., મુખ્ય કચેરી, સહકાર ભવન, ગંગાજળીયા તળાવ, ભાવનગર,
(૨૦) મહુવા નાગરીક સહકારી બેંક લી. ભાભા ઠાકર સહકાર ભવન, વાસી તળાવ, મહુવા,
(૨૧) સિહોર નાગરીક સહકારી બેંક લી. શિહોર શાખા, ભોગીલાલ લાલાણી માર્ગ, સિહોર,
(૨૨) તળાજા નાગરીક સહકારી બેંક લી., તળાજા શાખા,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here