સિહોર તાલુકા કક્ષાનો મઢડા સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો, સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્કૂલના બાળકોની દેશભક્તિ પરની એક એક કૃતિ જબરદસ્ત રહી

હરેશ પવાર
ગઈકાલે ૧૫મી ઓગષ્ટ ગુરુવારે ૭૩માં સ્વતંત્રતા પર્વે તિરંગાને અદબભેર સલામી અને રંગારંગ દેશભક્તિ સાથે ઉજવણી થઈ છે જે સિહોર તાલુકા કક્ષાનો કાર્યક્રમ મઢડાની સ્કૂલ ખાતે ઉજવામાં આવેલ જેની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી છે ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ના રોજ ભારતીય નાગરિક સંપૂર્ણ સ્વતંત્ર થયો હતો. ત્યારથી સ્વતંત્રતા પર્વની દેશભક્તિના રંગે રંગાયને ઉજવણી કરવામાં આવી છે. સિહોરના મઢડા ગામે તાલુકા કક્ષાએ યોજાયેલ કાર્યક્રમમાં નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શેલેશ કુમાર ગોકલાણીના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સૌ કોઈએ તિરંગાને અદબભેર સલામી આપી હતી આ અવસેર યુનિફોર્મમાં સજ્જ જવાનોએ પણ સલામી આપી હતી. ડે કલેકટર ગોકલાણી અને મામલતદાર નિનામાં દ્વારા પ્રાસંગિક પ્રવચન સાથે ઉદબોધન કર્યું હતું કાર્યક્રમના ખાસ પ્રસંગે સ્કૂલ બાળકો વિધાર્થીઓ દ્વારા ભવ્ય દેશભક્તિ માહોલ સાથેનો વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમ રજૂ કરાયો હતો સાથે દરેક શેત્રમાં સિદ્ધ થયેલા બાળકો વિધાર્થીઓ ખિલાડીઓને ઇનામોથી સન્માન કરવામાં આવ્યું હતું સ્થાનિક શેત્રમાં સરકારી વિભાગોમાં શ્રેષ્ટ કામગીરી બદલ પણ સન્માનિત કરાયા હતા સાથે રંગારંગ સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો અને રજૂ કરનાર તમામને ડે કલેકટર ગોકલાણી અને મામલતદાર નિનામાંના વરદ હસ્તે સન્માનીત કરાયા હતા આ પ્રસંગે કાર્યક્રમ સ્થળ પર વૃક્ષારોપણ કરાયું હતું અહીં સ્થાનિક આગેવાન અગ્રણીઓ દરેક વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા