મામલતદાર શ્રી નિનામાએ ત્રિરંગાને વંદન કરી સલામી આપી, શહેરના મુખ્ય આગેવાનોની ઉપસ્થિતતીમાં ૭૪માં પર્વની દેશભક્તિના માહોલ સાથે ભવ્ય રીતે ઉજવણી

બ્રિજેશ ગૌસ્વામી – દેવરાજ બુધેલીયા
સિહોર મામલતદાર કચેરી ખાતે સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની ગાઈડ લાઈન સાથે ૭૪માં સ્વતંત્રતા પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સિહોરના મામલતદાર નિનામાંએ ધ્વજવંદન કરીને સલામી ઝીલી હતી અને ત્યાર પ્રવચન અને આઝાદીની વાત સાથે જણાવ્યું હતું ભારતના ૭૪માં સ્વતંત્રતા પર્વની સૌ સિહોરવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવનારા પ્રત્યેક વીર શહીદ તથા અન્ય તમામ નામીઅનામી ક્રાંતિકારીઓને નતમસ્તક વંદન કરૂ છું. દેશના વીર સપૂતો થકી જ રાષ્ટ્ર એકતાના બંધમાં બંધાયું હતું ઉજવણીમાં સિહોર પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા પરેડ યોજી તિરંગાને સલામી આપી હતી અને પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કોરોના વોરિયર્સ તેમજ અગ્રણીઓ, સ્વયં સેવકો, મહેસુલ, પોલીસ, ૧૦૮ એમ્બ્યુલન્સ, પંચાયત સહિતના વિવિધ વિભાગ કર્મચારીઓને પ્રશંસનિય સેવા બદલ સન્માનિત કરાયા હતા અને કાર્યક્રમ સ્થળ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારીના કારણે સોશ્યલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરી મર્યાદિત સંખ્યામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સિહોર મામલતદાર નિનામાં, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી દીપ્તિબેન ત્રિવેદી, જયદેવસિંહ ગોહિલ, ટી.ડી.ઓ ચાપરાજભાઈ,સિહોર પો.સ્ટે ના પી.આઈ કે.ડી.ગોહિલ, પી.જી.વી.સી.એલ ના વેલેરા,ફોરેસ્ટ ના ત્રિવેદી, શંખનાદ સંચાલક અને લોકનેતા મિલન કુવાડિયા સહિતના પત્રકાર મિત્રો સહિત અધિકારીઓ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here