ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર ખાતે ફરજ બજાવતા અવનીબા મોરીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર એજ્યુકેશન સંસ્થા આયોજિત સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી થઈ છે ૭૪માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધી સિહોર એજયુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી જે.જે.મહેતા વિવિધલક્ષી ગલ્સ હાઈસ્કૂલ સિહોરમાં રાષ્ટ્રધ્વજને સલામી ધ્વજવંદનનો કાર્યક્રમ થયેલ આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ડો.અવનીબા મોરી જેઓ પરીક્ષા નાયબ નિયામક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગરમાં ફરજ બજાવે છે તેમના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો સંસ્થાના પ્રમુખશ્રી નવિનચંદ્રભાઈ જે.મહેતા,ઉપ.પ્રમુખશ્રી સુયઁકાતભાઈ મણીયાર,માનદ મંત્રીશ્રી અશ્વિનભાઈ ગોરડીયા,ખજાનચી શ્રી ધનવંતભાઈ શાહ દ્રારા કાર્યક્રમ ને શુભેચ્છા પાઠવેલ તથા સંસ્થાના માનદમંત્રી શ્રી ભરતભાઈ મલુકા ઉપસ્થિત રહેલ શંખનાદ ચેનલ ના સ્થાપક મિલનભાઈ કુવાડિયા પણ ઉપસ્થિત રહેલ.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને થી ડો.અવનીબા મોરી દ્રારા નવી શિક્ષણ નિતિની મહામુલી આઝાદી પ્રાપ્ત કરાવનાર શહિદોને વંદન કરેલ સરકારશ્રી ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડીસ્ટન્સ,માસ્ક,સેનિટાઈઝ સાથે મર્યાદિત સંખ્યામાં કાર્યક્રમ યોજાયો આચાર્યશ્રી તથા સ્ટાફ દ્રારા કાયઁક્રમ ને સફળ બનવવા સુંદર આયોજન કરેલ આચાર્યશ્રી અમિશાબેન પટેલ દ્રારા તમામ મહેમાનો નું સ્વાગત બુકથી સન્માન કરેલ તથા અંત માં મીનાક્ષીબેન ભટ્ટ દ્રારા વિધાથીઁને(stay home stay sale)નો સંદેશ પાઠવેલ કોરોના વોરિયર્સને પણ વંદન કરેલ કાર્યકમના અંતમાં મહેમાનો દ્રારા વૃક્ષારોપણ કાયઁક્રમ યોજાયો.બંને શાળાનો સ્ટાફ પણ કાર્યક્રમમાં જોડાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here