હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટશે, ન્યાઝ શરીફ સંદલ શરીફ, કવ્વાલી સહિત અનેકવિધ કાર્યક્રમો

દેવરાજ બુધેલીયા
સિહોરના રાજકોટ રોડ ઉપર આવેલા સૌરાષ્ટ્રના મશહુર શહેનશાહ હઝરત રોશન ઝમીર પીર ગરીબશાહ બાવા (રહ.)નો ત્રિ-દિવસીય ઉર્ષમુબારક શાનોશૌકત સાથે ઉજવાશે. આ ઉર્ષ પ્રસંગે આજ રાત્રી ઇશાની નમાઝ બાદ મિલાદ શરીફનું આયોજન કરાયું છે આવતીકાલે મંગળવારે રાત્રે ઈશાની નમાઝબાદ ન્યાઝ શરીફ તેમજ સંદલ શરીફ સલાતો નમાજ સામુહિક દુવા સહિતના કાર્યક્રમો સાથે અમદાવાદના મશહૂર કવ્વાલ મોઇન સાબરીનો કવાલી પોગ્રામ રાખવામાં આવ્યો છે તેમજ મશહુર આલીમો અને મૌલાના સાહેબો પોતાની નુરાની ઝબાનમાં ઈમાન અફરોઝ તકરીર ફરમાવશે. તેમજ બુધવારે સાંજે દરગાહ શરીફ ગ્રાઉડમાં લોકમેળો તેમજ ઝોહર અને અસરની નમાઝ બાદ ન્યાઝ શરીફ તથા સાંજે ૪-૦૦ કલાકે દરગાહ શરીફમાં કુઆર્ન ખ્વાની અને સામુહીક સલાતો-સલામ અને દુવાઓ કરવામાં આવશે, તો આ પ્રસંગે તમામ હિન્દુ-મુસ્લીમ શ્રધ્ધાળુ લોકોને હાજરી આપવા ગરીબશાપીર દરગાહ શરીફના ખાદીમો ઈસ્માઈલશા અબ્દુલશા શાહમદાર, રફીકશા કાસમશા શાહમદાર, સલીમશા ગરીબશા શાહમદાર સહિતનાઓએ અનુરોધ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here