હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, શહેર અને તાલુકા વહીવટી તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત, કેન્દ્રો સીસીટીવી થી સજ્જ,

હરેશ પવાર
આગામી તા.૫ માર્ચ ૨૦૨૦ને ગુરૂવારના રોજથી સમગ્ર રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી. સામાન્ય અને વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષાઓનો પ્રારંભ થનાર છે. જે અંતર્ગત સિહોર શહેર અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સિહોર શહેર અને તાલુકાના પરીક્ષા કેન્દ્રો ખાતે હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે ત્યારે સંવેદન તથા અતિસંવેદનશીલ સેન્ટરો ખાતે સીસીટીવી કેમેરા તેમજ ખાસ સ્કવોર્ડ તૈનાત કરવામાં આવનાર હોવાનું શિક્ષણ વિભાગ સૂત્રોએ જણાવ્યું છે.

ધો.૧૦ની પરીક્ષા આગામી તા.૫ માર્ચથી તા.૧૭ માર્ચ સુધી યોજાશે. ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ તા.૫ માર્ચથી તા.૨૧ માર્ચ સુધી યોજાશે. ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષા તા.૫ માર્ચથી તા.૧૬ માર્ચ સુધી યોજાશે. જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે જિલ્લા કંટ્રોલરૂમ કાર્યરત થશે જિલ્લાના પરીક્ષાર્થી ભાઈ-બહેનો અને વાલીઓને પરીક્ષા લગતી કોઈપણ મૂંઝવણ હોય તો આ નંબર ઉપર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો ૨૪ કલાક ચાલતો સ્ટેટ કંટ્રોલરૂમ આગામી તા.૪ માર્ચથી શરૂ કરવામાં આવશે. જે પરીક્ષાના દિવસો દરમ્યાન સતત કાર્યરત રહેશે. શાળા/બિલ્ડીંગ ખાતે સી.સી.ટી.વી./ટેબ્લેટ કાર્યરત રહેશે. પરીક્ષા સ્થળની અંદર બિન અધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષાર્થી મોબાઈલ ફોન સાથે રાખી શકશે નહી. વિદ્યાર્થીઓ/વાલીઓ ખોટી અફવાઓ, નકલી પ્રશ્નપત્રોની લાલચ કે ગેરરીતિ વગેરેથી દુર રહેવા તથા વિદ્યાર્થીઓ શાંત-સ્વસ્થ રહીને પરીક્ષા આપી શકે તેવું વાતાવરણ ઉભું કરાયું છે પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવી વોચ રખાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here