ભાવનગર જિલ્લા ખેડૂત એકતા મંચના ભરતસિંહ અને ગુજરાત પટેલ સમાજના આગેવાન નરેશ ડાખરાની દિલ્લી સુધી રજુઆત

ભાવો મળતા થયા છે તેની સામે ઉતારો મળતો નથી ખેડૂતો પિસાઈ રહ્યા છે : ખેડૂત આગેવાન નરેશ ડાખરાની શંખનાદ સાથે સીધી વાત

 

દેવરાજ બુધેલીયા
હાલમાં ડુંગળીના થોડાક સારા ભાવ હોવાથી ખેડુતોએ મહા મહેનતે પકવેલી ડુંગળીનું ફકત પુરૂ વળતર મળે છે હાલના એક મણ ડુંગળી ના ૫૦૦ થી ૧૧૦૦ સુધી ખેડૂતોને ભાવ મળે છે છતા પણ આ દેશનો એક પણ ખેડૂત લાખો પતિ કે માલામાલ બનવાનો નથી કારણકે હાલમાં એક વિધો ડુંગળી પકવવા પાછળ ખેડુતોને ૧ વિધે ૩૫ થી ૫૦ હજાર સુધીનો ખર્ચ થાય છે તેની સરકાર કે કૃષી વિભાગે બિલકુલ નોંધ લીધેલ નથી છતાં નાણામંત્રી સિતારમણે આ બાબત માં કોઈપણ જાતના અનુભવ વગર વિદેશથી લાખો ટન ડુંગળી મંગાવવાની મંજુરી માંગેલ છે

તે ડુંગળી પકવતા ખેડુતોને વીના વાંકે મોતને ધાટ ઉતારવા જેવી નિતી ગણાશે કારણ કે છેલ્લા ૫ વર્ષ થી ખેડુતો ડુંગળીમાં ભાવો નહી મળવાથી મોટા પ્રમાણમાં નુકસાની ભોગવી રહયા હતા તેવા સમયે કેન્દ્ર કે રાજયની સરકારે ખેડૂતોને ડુંગળીમાં ગયેલ નુકશાની નો એકપણ પૈસો સહાય કરેલ નથી તેમજ ગુજરાત સરકારે ૨૦૧૭ માં એક કિલો ડુંગળી એ ૧ રૂપિયો સહાય આપવાની જાહેરાત કરેલી તે મામુલી સહાય છે આજ દીન સુધી ૯૯% ખેડૂતોને મળેલ નથી

તે ગંભીર બાબત ગણાય તેથી આ સરકાર ખેડૂત વિરોધી છે તેવી જાહેરમાં ચર્ચાઓ થઈ રહી છે માટે પશુપાલક અને ખેડૂતોના વિરોધથી વિદેશમાંથી દુધ આયાત કરવાનું સરકારને બંધ રાખવું પડયું તેમ વિદેશથી ડુંગળી આયાત કરવાનું દિવસ-૮ માં કેન્દ્ર સરકાર બંધ રાખવાનું જાહેર નહી કરે નહિ તો રાજય અને દેશના ડુંગળી પકવતા ખેડૂતો રોડ ઉપર આવશે તેમજ ડુંગળી પકવવામાં ગુજરાતમાં ભાવનગર જિલ્લો પ્રથમ સ્થાને છે

તેથી જિલ્લા ભરના ખેડૂતોને સાથે રાખીને સરકારની ડુંગળી આયાત કરવાની મંજુરી સામે તાલુકે તાલુકે ખેડુતોને જાગૃત કરીને આંદોલન કરવાની ફરજ પડશે તેનાથી કોઈપણ જાતનો અધટિત બનાવ બનશે તો તેની તમ જવાબદારી સરકારની રહેશે તેવું ભાવનગર જિલ્લાના ખેડૂત એકતા મંચના જિલ્લા પ્રમુખવાળા ભરતસિંહ પોપટભાઈ (તરેડી) મહામંત્રી નરેશભાઈ ડાંખરા (સીદસર) જણાવી રહ્યા છે અને જેઓએ દિલ્લી દરબાર સુધી રજૂઆતોનું રણશિગું ફૂંકયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here