પુત્રની નઝર સામે માતાએ અંતિમ શ્વાસ લીધા, બાઈક લઈ માતા પુત્ર પાલીતાણાથી સિહોર વેવિશાળમાં હાજરી આપવા આવી રહ્યા હતા તે વેળા ટાણા પાસેના લવરડા નજીક ઘટના બની, ટ્રકે પરિવારને વિખેર્યો


હરેશ પવાર ; બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નજીક ગોઝારી અકસ્માતની ઘટના બની છે જેમાં ટ્રક ચાલકે બાઇકને કચડી નાખતા બાઈક સવાર પુત્રની નઝર સામે માતાએ અંતિમ શ્વાસ લીધા છે અને પુત્ર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ છે બનાવમાં માતાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે પુત્રને પણ ગંભીર ઇજાને પગલે પ્રથમ સિહોર અને બાદમાં ભાવનગર સર્ટિ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવેલ પાલીતાણાના ઘેટી રોડ પર રહેતા ફિરોજભાઈ જેઠવા આજે સવારે પોતાની ૬૩ વર્ષીય માતા હાજુબેન આદમભાઈ જેઠવાને બાઈક પર પોતાના સબંધીને ત્યાં વેવિશાળ પ્રસંગે સિહોર તરફ આવી રહ્યા હતા.

તે દરમિયાન બુઢળા અને લવરડા વચાળે પોહચતા ટ્રક હડફેટ બાઈક સવાર માતા પુત્રને ફંગોળી દેતા પુત્રની નજર સામે માતાનું કરુણ મોત સ્થળ પર નીપજ્યું હતું બનાવને લઈ લોકોના ટોળા એકઠા થયા હતા ઇજાગ્રસ્ત પુત્રને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે જ્યારે બનાવને લઈ પરિવારના ઘેરો શોક અને આક્રંદ છવાયો છે ઘટનાને લઈ પોલીસ સ્થળ પર જઈને ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બોક્સ..

સોનગઢ એકલિયા નજીક બાઇક સ્લિપ થતા આધેડને ગંભીર ઇજા

સુરેન્દ્રનગર નગરથી બાઇક ઉપર પોતાના સંબંધી ને ત્યાં પાલીતાણા આવી રહેલા રમાભાઈ કેશુભાઈ પરમાર ઉ.વ.૪૦ તથા તેમના પત્ની રવીબેનને સોનગઢ નજીક એકલિયા મહાદેવ પાસે બાઇક સ્લિપ થઈ જતાં રમાભાઈ ને ગંભીર ઇજા પહોંચતા ૧૦૮ ઇમરજન્સી સેવા મારફતે સિહોર સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવેલ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here