ઉમરાળાના અલમપર અને ચિત્રવાવ વચ્ચેનો નવો બનેલો રોડ ભષ્ટાચારથી ખદબદે છે, રોડને હાથ લગાડો તો પડ હાથમાં આવે છે, પ્રજાના લાખ્ખો પાણીમાં

અલમપરના સરપંચે વિડિઓ બનાવી વાઇરલ કર્યા નવા રોડની દશા જોઈને દયા આવે તેવી સ્થિતિ છે, સરપંચે કહ્યું અનેક રજૂઆતો કરી બધા મળેલા છે


નિલેશ આહીર
ઉમરાળાના અલમપર અને ચિત્રવાવ નવા બનેલા રોડની દશા જોઈ દયા આવે તેવી સ્થિતિ જોવા મળી છે જવાબદારો એકાદ વખત સ્થળે રૂબરૂ જઈને ડોક્યુ કરવાની જરૂર છે અલમપર સરપંચે વિડિઓ બનાવી રોડની હાલત દેખાડવાનો પ્રયાસ કર્યો છે જેમાં સ્પષ્ટ દેખાઈ છે અને સ્થિતિ એ છે નવા રોડની દશા જોઈને દયા આવે તે સ્થિતિ ઉભી થઇ છે સરપંચે કહ્યું અનેક વખત રજુઆત કરી પણ કોન્ટ્રાકટરો અને અધિકારીઓ મળેલા છે રોડની દશાએ છે રોડ પર નીચેથી હાથ લગાડો પોપડા નીકળવા લાગે છે.

જે વિડીઓમાં પણ સ્પષ્ટ દેખાઈ છે અહીં ભષ્ટાચારે ભોરિંગ લીધો છે બેરું અને જાડી ચામડીના તંત્રના કાને વાત ન પહોંચી. આ કામની તપાસ કરીને ભ્રષ્ટાચાર કરતા કોન્ટ્રાક્ટર અને ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં ભરવા સરપંચે માંગ કરી છે અનેક લેખિત રજુઆત તંત્રને કરવામાં આવી છે છતાં કોણ જાણે કેમ તંત્રને કોરોના ભરખી ગયો હોય એમ અસરકારક પગલાં ની કામગીરી દેખાતી જ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here