અલમપર ગામના આર્મી જવાન ફરજ પૂર્ણ કરી વતન પધાર્યા, વાજતે ગાજતે ભવ્ય સ્વાગત

નિલેશ આહીર
અલમપર ગામના આર્મી જવાન પ્રદીપસિંહ જયવંતસિંહ ગોહિલ આર્મી માંથી નિવૃત્ત થઈને પોતાના માદરે વતન અલમપર ગામે આવતા ગોહિલ પરિવાર સાથે આ પ્રસંગે ખાસ નીરૂબાપુ દાનેવ આશ્રમ સિહોર નજીકના સણોસરા ગામના ગ્રામજનો સહિત આજુ બાજુના ગામડાના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ખુલ્લી જીપ અશ્વ ધોડા ડીજે સહિતના દ્વારા વાજતે ગાજતે ધામ ધૂમથી ભવ્ય સામૈયા કર્યા હતા.

આ પ્રસંગે ગોહિલ પરિવાર દ્વારા જણાવાયું કે દેશની સરહદોની રક્ષા માટે ગુજરાતના નાનામાં નાના ગામડાના યુવાનો આર્મીમાં જોડાઈ તેવી પ્રેરણા મળી રહે અને ફોજી ભાઈઓનો ઉત્સાહ વધે તે માટે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ આર્મી જવાન પ્રદીપસિંહ ગોહિલના પરિવાર જનો દ્વારા સ્વાગતમાં ઉપસ્થીત તમામ લોકો માટે ભોજનની પણ વ્હેવસ્થા રાખવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here