દલિત અધિકાર મંચ દ્વારા ઉકાળા વિતરણ અને પુષ્પાંજલિ કાર્યક્રમ સહિતના કાર્યક્રમોનું આયોજન


હરેશ પવાર
બંધારણના ઘડવૈયા અને મહિલાઓ ના મુક્તિ દાતા અને સમાન અધિકારો માટે લડત ચલાવનાર ગરીબોને અધિકાર અપાવનાર ત્ર ડો ભીમરાવ આંબેડકર સાહેબના 130 મી જયંતી નિમિત્તે તારીખ 14/04/2021 ને બુધવારે સવારે 10 કલાકે ડૉ ભીમરાવ આંબેડકર ચોક સિહોર ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કોરોના મહામારી ના કારણે ઉકાળા વિતરણ કાર્યક્રમ યોજાસે કોરોના ગાઈડ લાઇન મુજબ દલિતો ની આસ્થા એવા દલિતોના દેવ ડૉ બાબાસાહેબ આંબેડકર ને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમ માં ભાગ લેનાર તમામ ભીમ સૈનિક ફરજિયાત માસ્ક પહેરીને આવે તેવી વિનંતી અને રાત્રે ફ્રી ચોપડા વિતરણ કાર્યક્રમ પણ યોજાશે

સિહોર કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાંજલી કાર્યક્રમ


બ્રિજેશ ગૌસ્વામી
૧૪ એપ્રિલ એટલે ભારતના બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબ ની જન્મ જયંતી આ જન્મ જયંતી નિમિત્તે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે ડૉ.આંબેડકર ચોક સિહોર ખાતે સવારે ૧૦:૩૦ કલાકે બાબા સાહેબ ની પ્રતિમા ને ફુલહાર કરી શ્રધ્ધાંજલી પાઠવવામાં આવશે તો સિહોર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો, અગ્રણીઓ, નગરસેવકો, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવા દળ,તેમજ વિવિધ સેલ ના હોદ્દેદારો અને કાયઁકર મિત્રો એ ડૉ.આંબેડકર ચોક ખાતે હાજર રહેવા સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જયદિપસિંહ ગોહિલ તથા સિહોર નગરપાલિકાના વિરોધ પક્ષ ના નેતા કિરણભાઈ ઘેલડા ની યાદી મા જણાવવામાં આવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here