કેટલા અંશે આ વ્યાજબી-પાલિકા પ્રમુખના હુકમનો પણ અનાદર કરે છે આ પાલિકા ગેરેજ વિભાગના કર્મીઓ

હરેશ પવાર
થોડા દિવસ પૂર્વે નવાગામ કનિવાવ ખાતે હાઈ વોલ્ટેજ ને લઈને આગનો બનાવ બનેલો જેમાં નગરપાલિકાનું ફાયટર દરબારગઢમાં થી નીકળી મુખ્ય બજારમાંથી આવતા સમય લાગતા એ જ સમયે પાલિકા પ્રમુખ દ્વારા હુકમ કરાયો હતો કે બધા જ ઇમરજન્સી વાહનોને ટાઉનહોલ પાછળનાં ગેરેજમાં રાખવા છતાં પ્રમુખના આદેશની અવગણના આજે જોવા મળી હતી.

સિહોર નગરપાલિકા ગેરેજમાં ઇમરજન્સી વાહનોની જાળવણી માટેનું તંત્ર સાવ રેઢિયાળ બની ગયું છે આ વાત વિપક્ષના મુકેશ જાનીને ધ્યાને આવતા તેમને જણાવ્યું હતું કે નગરપાલિકાની એક માત્ર ઇમરજન્સી સમયે કામ આપતી એમ્બ્યુલન્સ શોકસ રીપેરીંગ માટે થઈને તા.૨૮/૧૨/૨૦૨૦ ના રોજ ગેરેજમાં મુકેલ છતાં આજ દિવસ સુધી રીપેર થઈને આવી નથી. હવે શોકસના રીપેરીંગ માટે સવારે ગેરેજમાં ગાડી મુકવામાં આવે તો સાંજે સરખી કરીને પાછી મળી જાય પરંતુ પાલિકાના સત્તાધીશોનું કોઈ ચોક્કસ અને લાગતા વળગતાના ગેરેજમાં જ રીપેર કરવાનું વળગણને લઈને સિહોરની પ્રજાને ઇમરજન્સી સમયે તકલીફો ભોગવી પડે છે.

વ્યાપક ભ્રષ્ટચાર આદરવા માટે આ ઇમરજન્સી વાહનો ને ચોક્કસ ગેરેજમાં મુકવામાં આવે છે. હાલમાં ઇમરજન્સી દર્દી માટે ફોન કરો તો એમ્બ્યુલન્સ નથી તેમ કહેવામાં આવે છે. આની પાછળ જરૂરિયાત સમયે દર્દીઓને યોગ્ય સમયે સારવાર મળતી નથી. આની પાછળ પ્રજા ને કેટલી હેરાનગતિ ભોગવી પડે છે તેની શાસકો જરાય પડી નથી. એક એમ્બ્યુલન્સ ગેરેજમાં હોય તો લોકોની સગવડ સાચવવામાં આવે તેવો બીજો વિકલ્પ પણ પાલિકા સ્તધીશો પાસે છે

નહીં. દાતા અને ધારાસભ્ય સાંસદો ની ગ્રાન્ટ માંથી લાખો રૂપિયાના ખર્ચે લોકોની સગવડો માટે વાહનો વસાવવામાં આવે છે પરંતુ આ પાલિકાના સત્તાધીશો જાળવણીને અભાવે વાહનો ધુડ ખાઈ ખાઈને ડમ્પ હાલતમાં આવી જાય છે. સિહોરના પાલિકા શાસકો વિકાસના નામે માત્ર દેકારો કરે છે. સમગ્ર ઇમરજન્સી સમયે જરૂરી હોય તેવા વાહનોની સત્તાધીશો જી બેદરકારીને લઈને મુકેશ જાની લાલઘોમ થયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here