અમૂલ દ્વારા પ્રતિ લિટરે બે રૂપિયાનો કમરતોડ વધારો, સિહોર શહેર અને તાલુકામાં દરરોજ હજારો લીટર અમૂલના દુધનું વેચાણ, ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી

સલિમ બરફવાળા
અમૂલ દ્વારા દુધના ભાવમાં પ્રતિલીટરે બે રૂપિયાનો તોતીંગ વધારો કરી દેવામાં આવ્યો છે જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગની કમર તુટી ગઇ છે. ૫૦૦ મી.લી.ના એક પાઉચ ઉપર એક રૂપિયાનો અને બે પાઉચ ઉપર બે રૂપિયાનો ભાવ વધારો કરી દેવામાં આવતાં એક લીટરે વધારાના બે રૂપિયા ગ્રાહકોને આપવા પડશે સિહોર શહેર અને તાલુકામાં હજારો લીટર અમૂલનું દુધ વેચાય છે આ હિસાબે જિલ્લાવાસીઓ ઉપર પ્રતિદિન હજારો લાખોનો બોજો પડશે દુધને સંપુર્ણ ખોરાક કહેવામાં આવે છે પરંતુ જે રીતે ભાવ વધ્યા છે તેને લઇને ગરીબ તથા મધ્યમવર્ગના લોકોને દુધનો સ્વાદ ખાટો લાગી રહ્યો છે. અમૂલ દ્વારા પ્રતિ લીટરે બે રૂપિયાનો તોતીંગ ભાવ વધારો કરી દેવામાં આવતાં અમૂલ ગોલ્ડની ૫૦૦ મી.લી.નું પાઉચ ૨૯ રૃપિયાનું થઇ ગયું છે.

એટલે કે અમૂલ ગોલ્ડ એક લીટર ૫૮ રૂપિયાનું હવે મળશે પેટ્રોલ , શાકભાજી, ખાદ્ય પદાર્થો સહિત દુધના ભાવમાં પણ વધારો થતાં સામાન્ય પરિવારનું બજેટ ખોરવાઇ ગયું છે લોકો મોંઘવારી અને ભાવ વધારાના બોજા નીચે દટાઇ રહ્યાં છે. આ કારમી મોંઘવારીમાં ગરીબ ઉપરાંત મધ્યમવર્ગના લોકો પણ પીસાઇ રહ્યાં છે દુધ જેવી આવશ્યક ચીજવસ્તુના ભાવમાં પ્રતિલીટરે બે રૂપિયા જેટલો તોતીંગ વધારો કરવામાં આવતાં દુધ તો મોંઘુ થયું છે સાથે સાથે ચાની ચુસ્કી પણ મોંઘી થશે.આ મોંઘવારીના ચક્રમાં મધ્યમવર્ગના લોકોનો પણ સોથ નીકળી જશે. સરકાર દ્વારા પેટ્રોલ અને દુધ જેવી આવશ્યક ચીજવસ્તુના ભાવ નિયત્રીત કરી શકાતાં નથી ત્યારે મતદારોએ પણ સરકારની મોંઘવારીને પ્રોત્સાહિત કરતી નીતિઓ ધ્યાને રાખી મતદાન વખતે દુધનું દુધ અને પાણીનું પાણી કરી દેવું જોઇએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here