લોકડાઉનમાં સિહોર ભાવનગર અને જિલ્લા વાસીઓને ઘરે જ રહીને ઓનલાઈન ફેસબુક પેજના માધ્યમથી મનોરંજન પૂરું પાડતું આપણું ભાવનગર ફેસબુક પેજ..

મિલન કુવાડિયા
હાલમાં કોરોના જેવી ભયંકર બીમારીએ આખા વિશ્વને ભરડામાં લીધું છે ત્યારે પૂરા ભારત દેશ માં લોક ડાઉન કરવું પડ્યું છે તેવામાં સિહોર ભાવનગર સાથે જિલ્લા વાસીઓ ને ઘરે જ રહીને આપણું ભાવનગર ફેસબુક પેજ ના માધ્યમથી રોજ નવા નવા કલાકારો વક્તાઓ સિંગરો ને આ પેજ પર લાઈવ કરી રહ્યા છે. જેમાં આપણું ભાવનગર પેજના સંચાલક કલ્પેશસિંહ ઝાલા સાથે વાત થયા મુજબ જણાવ્યું કે મને વિચાર આવ્યો કે મારી પાસે સોશીયલ મીડિયા નું નેટવર્ક છે તો હું શા માટે તેનો સદુપયોગ ના કરું..તેઓને આ લાઇવ એપિસોડ તા ૧૬ થી શરૂ કર્યા અને રોજ સાંજે આ પેજ પર અમે કલાકારો ને લાઈવ કરી રહ્યા છીએ.

જેમાં ઘણા કલાકારો લાઈવ આવી ગયેલ છે જ્યારે ઘણા હજી આવવાના બાકી છે જેમાં ડો. ઓમ ત્રિવેદી. (ભાઈબંધ નિશાળ) – દિગુભા ચુડાસમા (હાસ્ય કલાકાર) – ધારશી બેરડિયા (હાસ્ય કલાકાર) – વર્ષા કુલકર્ણી (સિંગર) હેમાંગ દવે (ગુજરાતી ફિલ્મ એક્ટર) -અનિલ વાકાણી (લોક સાહિત્યકાર) ભાગ્યેશ વારા (હાસ્ય કલાકાર) હેતસ્વી સોમાણી (યોગા વર્લ્ડ ચેમ્પયન) Rj વિક્રમ (ટોપ એફ એમ ભાવનગર). સુખદેવ ગઢવી (હાસ્ય કલાકાર) ધર્મદીપ ગઢવી (લેખક – લોક સાહિત્યકાર) હરીશ બેરડીયા (સિંગર) અશ્વિન બરસરા (લોક સાહિત્યકાર) દેવેન વ્યાસ (હાસ્ય કલાકાર) અને બીજા ઘણા બધા કલાકારો આ પેજ પર આવવાના હોય તો આપ સૈા આપણું ભાવનગર પેજ ની અપડેટ fb.com/apnubhavnagar જોતા રહો. અને ઘરે રહો. સુરક્ષિત રહો. અને આ સંકટમાં સરકાર જે કઇ કહે એનું પાલન કરો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here