શામપરા ખોડિયાર સ્થિત APPL કન્ટેનર્સ પ્રાઇવેટ લીમીટેડનના બે કાર્ગો કન્ટેનરનું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે ઉદ્ઘાટન

જિલ્લામાં આગામી સમયમાં વધુ 10 કન્ટેનર ઉત્પાદન કરતી કંપની કાર્યરત થશેઃ મનસુખ માંડવીયા, આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રાઇવેટ લીમીટેડ દ્વારા એક મહિનામાં 400થી 500 કન્ટેનર બનાવવામાં આવશે

મિલન કુવાડિયા
સિહોર નજીક આવેલ શામપરા ખોડિયાર સ્થિત આવેલા આવડકૃપા ગ્રુપ ઓફ કંપની જે 1995થી કાર્યરત છે. જે પ્લાસ્ટિક એકસ્ટ્રઝન પ્લાન્ટ અને મશીનરી બનાવે છે અને સમસ્ત દેશ તેમજ 65થી વધુ દેશોમાં એક્ષ્પોર્ટ કરે છે. ત્યારે તેઓ પોતાનું નવું સોપાન–નવી કંપની શરુ કરી રહ્યા છે. જેનું નામ APPL કન્ટેનર્સ પ્રાઇવેટ લીમીટેડનના બે કાર્ગો કન્ટેનરનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા હસ્તે કરાયું હતું. ભાવનગરને કન્ટેનર્સ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

જે અંતર્ગત ભાવનગરમાં અનેક કંપનીઓ ધીમે-ધીમે આવી રહી છે. જેને લઈ વલ્લભભાઈ મેઘજીભાઈ વિરડીયા, હસમુખભાઈ મેઘજીભાઈ વિરડીયાએ APPL કન્ટેનર્સ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા 20 GP અને 40 GP કાર્ગો કન્ટેનર ઇન્ટરનેશનલ સ્ટટર્ડ પ્રમાણે બનાવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ નવાગામ ખાતે આવેલા APPL કન્ટેનર્સ પ્રાઇવેટ લીમીટેડ કંપનીનું નિરીક્ષણ કર્યું હતું. આવનારા સમયમાં પ્રોડક્શન કેપેસીટીમાં વધારો થશે હસમુખ મેઘજીભાઈ વિરડીયાએ જણાવ્યું હતું

કન્ટેનર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ માટે APPL કન્ટેનર્સ પ્રાઇવેટ લીમીટેડની સ્થાપના માટે મોટું રોકાણ અને વિશાળ જગ્યાની સુવિધા કરવામાં આવી છે. જેના માટે કમ્પલીટ પ્રોડક્શન લાઈન સાથે પ્લાન્ટ અને મશીનરી પણ ખરીદવામાં આવ્યાં છે. દર મહીને 400 થી 500 કન્ટેનર બને એવું પ્રોડક્શન પ્લાનીંગ કરવામાં આવ્યું છે. સમય જતા પ્રોડક્શન કેપેસીટીમાં વધારો થશે. આવનારા સમયમાં APPL કન્ટેનર્સ પ્રાઇવેટ લીમીટેડ દુનિયાભરમાં કન્ટેનર્સ સપ્લાય માટે જાણીતું બનશે

વડા પ્રધાન મોદી સાહેબનું આત્મનિર્ભર ભારતનો ધ્યેય પૂર્ણ કરવામાં APP કન્ટેનર્સ પ્રાઇવેટ લીમીટેડ પોતાનું સંપૂર્ણ યોગદાન આપશે, તેમજ સરકારના સાથ- સહકારથી આ કાર્ય પૂર્ણ થશે.આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટ સોની, એપીપીએલ કંપનીના એમડી વલ્લભ મેઘજીભાઈ વિરડીયા અને હસમુખભાઈ મેઘજીભાઈ વિરડીયા, સુનિલભાઈ વડોદરિયા, અલંગ શિપ બ્રેકીંગના રમેશભાઈ મેંદપરા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ સિહોરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here