આરાધ્યા વિધાસંકુલનો અદભુત નિર્ણય, જ્યાં સુધી શાળા શરૂ નહીં થાય ત્યાં સુધી એક પણ ધોરણની ફી નહિ ઉઘરાવાય, ૩૫૦ થી વધુ બાળકો અભ્યાસ કરે છે

સલીમ બરફવાળા
સમગ્ર રાજ્યમાં જ્યારે સ્કૂલ ફી મુદ્દે ભારે ધમાસણ ચાલે છે તેની વચ્ચે રાત્રે ૮ વાગે અતિ મહત્વના સમાચાર મળ્યા કે તળાજાની આરાધ્યા સ્કૂલે ૬ માસની ફી માફ કરી દીધી આ અંગે શંખનાદે આરાધ્યા સ્કૂલના સંચાલક વૈભવ જોશીનો સંપર્ક સાંધ્યો હતો જેઓએ વાતને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે ૧ થી ૧૨ માં અભ્યાસ કરતા ૩૫૦ થી વધુ વિદ્યાર્થીઓની ૬ માસની ફી માફ કરી દીધી છે.

ત્યારે કહી શકાય કે લક્ષ્મી નહિ સરસ્વતી ના સાચા ઉપાસક છે તળાજાના આરાધ્યા સંકુલના સંચાલકો..સમગ્ર દેશમાં હાલ કોરોના વાઈરસની ગંભીર પરિસ્થિતિ વચ્ચે પસાર થઇ રહ્યો છે . સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે અનલોકમાં જનજીવન અસ્ત – વ્યસ્ત છે .

તેની સીધી અસર લોકોના આર્થિક વ્યવહાર છે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે . સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ સરકારના આદેશ અનુસાર સ્કુલ તેમજ કોલેજો બંધ છે.ત્યારે શાળા કોલેજો બંધ હોય અને શૈક્ષણિક ફી ભરવી હાલની પરિસ્થિતિમાં લોકો માટે મુશ્કેલી સમાન છે . ઓનલાઈન શિક્ષણના માધ્યમથી વિદ્યાર્થીઓ ઘર બેઠા શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે .

પરંતુ શાળાઓ બંધ હોય શાળા દ્વારા શૈક્ષણિક ફી માં રાહત અપાય તો વાલીગણ માટે ખુબ આર્થિક ચિંતા દૂર થઇ શકે તેમ છે ત્યારે સમાજ જીવનમાં પ્રેરણારૂપ દાખલો અને વિદ્યાર્થીઓ અને વાલી માટે રાહતના અભિગમ સાથે તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલ દ્વારા સમગ્ર વિદ્યાર્થીઓની છ માસિક ફિ માફની જાહેરાત કરી સમાજ જીવનને શિક્ષણ એ વ્યવસાય નહિ પણ સેવા છે નો સંદેશ આપ્યો હતો .

સમગ્ર વિગતની માહિતી આપતા શાળા સંચાલક વૈભવ જોશી એ જણાવ્યું હતું કે આરાધ્યા વિદ્યાસંકુલ તળાજાનાં ધો . બાલમંદિર તેમજ ૧ થી ૧૨ આર્ટસ / કોમર્સ ની બધાજ વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની છમાસિક ફી શાળા દ્વારા માફીનો નિર્ણય લેવાયો છે . જ્યાં સુધી શાળાઓ બંધ રહેશે ત્યાં સુધી એક પણ પ્રકારની ફી શાળા દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં નહિ આવે .

હાલ પણ આ શાળા દ્વારા તદ્દન ફ્રી ( વિનામૂલ્ય ) ઓનલાઈન હોમલર્નિગ અભ્યાસ શરું છે . અને વિદ્યાર્થીઓ ઘર બેઠા શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે . શાળા દ્વારા ફી માંફી રાહત સાથે છ માસની અંદાજીત ૧૫ થી ૧૬ લાખ રૂપિયા ફી વિદ્યાર્થીઓના હિતને ધ્યાને માફ કરી સમાજ જીવનને નવી દિશા અને પ્રેરણા જરૂર પૂરી પાડશે . શાળાના સેવાકીય આ અભિગમને લોકોએ બિરદાવ્યો છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here