વતનમાં ભવ્ય સ્વાગતની તૈયારીઓ, આવતીકાલે ફરજ પર નિવૃત થઈ વતન પરત ફરી રહ્યા છે

શંખનાદ કાર્યાલય
ભારતીય આર્મીની સર્વિસ પૂર્ણ કરી પોતાના વતન મૂળ ગામ ઇશ્વરીયા ઈશ્વરીયા તાલુકો ઉમરાળા જીલ્લો ભાવનગર ના વતની ગોહિલ મહેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ભારતીય આર્મીમાં પોતાની ફરજ પૂર્ણ કરી તારીખ 31-1-2020 ના રોજ પોતાના વતન પરત ફરી રહ્યા છે.મહેન્દ્રસિંહ ગોહિલ ખુબ જ નાની ઉંમરે અને ઘરના વાતાવરણને દેશ પ્રેમને કારણે ભારતીય આર્મી ભરતી થયા હતા. તેઓ શ્રીનગર, કાશ્મીર, પઠાણકોટ, અંબાલા, પોતાની સેવા આપી હતી. મહેન્દ્રસિંહ ભારતી આર્મીમાંથી નિવૃત્ત થઈ પોતાના વતન ફરી રહ્યા છે ત્યારે તેના પરિવાર તથા ગ્રામજનો દ્વારા તેની સ્વાગતની તૈયારીઓ માટે શૈલેન્દ્રસિંહ ગોહિલ અને ધર્મેન્દ્રસિંહ ઝાલા ખૂબ જ સારી જેહમત ઉઠાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here