રામનગરી અયોધ્યામાં કાલે સુવર્ણ અવસર: ભવ્યાતિભવ્ય રામમંદિર નિર્માણનું થશે ભૂમિ પૂજન : સાંજે ભવ્યો દીપોત્સવ : મહેમાનોના આગમનનો પ્રારંભ સમગ્ર શહેર રામમાં કરોડો હિન્દુઓનું સપનું હવે સાકાર થશે અયોધ્યા

મિલન કુવાડિયા
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આજથી શ્રીરામ મંદિર નિર્માણના ભૂમિપૂજનનું કાઉન્ટડાઉન શરૂ થયું છે . આજે સવારે ૮ વાગ્યાથી રામ અર્ચના સાથે હનુમાનગઢીમાં પૂનાનો પ્રારંભ થઇ ગયો છે . આવતીકાલે કરોડો હિન્દુઓ જેની આતુરતાથી પ્રતિક્ષા કરતા હતા તે શુભઘડી આવશે . આવતીકાલે ભવ્યાતિભવ્ય શ્રીરામ મંદિર નિર્માણના ઐતિહાસિક ભૂમિપૂજનનો સુવર્ણ અવસર છે.

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહાનિર્માણનું ભૂમિપૂજન કરવામાં આવશે . વડાપ્રધાન રામલલ્લાના દર્શન પણ કરશે અને ‘ પારિજાત ‘ વૃક્ષનું રોપણ પણ કરશે . ભૂમિપૂજનના અવસરની તમામ તૈયારીઓ થઇ ગઇ છે . અયોધ્યામાં મહેમાનોના આગમનની પણ પ્રારંભ થયો છે , શ્રીરામ મંદિર નિર્માણના ઐતિહાસિક પ્રસંગમાં સહભાગી થવા માટે ૧૭પ પ્રતિષ્ઠિત અતિથિઓમાંથી ૧૩૫ સંત છે . જેઓ વિવિધ આધ્યાત્મિક પરંપરા સાથે જોડાયેલા છે . વિહિપના દિવંગત નેતા અશોક સિંઘલના ભત્રીજા સલિલ સિંપલ કાર્યક્રમના યજમાન રહેશે.

કામી – અયોધ્યા – દિલ્લી – પ્રયાગના વિદ્વાનો પણ ઉપસ્થિત રહેશે . અલગ અલગ પૂજાના અલગ અલગ નિષ્ણાંતો છે . પૂરી ટીમ ૨૫ બ્રાહ્મણની છે જે અલગ રીતે પૂજા કરવાશે . કાલે ભૂમિપૂજન છે પણ ખુશી અયોધ્યાની સાથે સાથે દેશભરમાં આજથી જ છવાઈ ગઈ છે . ટ્રસ્ટે આજે અને કાલે પૂજન , અનુષ્ઠાન અને સાંજે દીપોત્સવનું એલાન કર્યું હતું, રામનગરી આજે રાત્રે દીપૌથી ઝગમગી ઉઠી હતી વડાપ્રધાન મોદી કાલે બપોરે રામ મંદિરની આધાર શિલા રાખશે ત્યાં સુધી ભૂમિપૂજનનું અનુષ્ઠાન સતત ચાલતું રહેશે . ભૂમિપૂજન પછી મંદિર નિર્માણ કાર્ય ઝડપથી શરૂ થશે . અયોધ્યાએ નવા શણગાર સજ્યા છે . સુરક્ષાની પણ ચુસ્ત વ્યવસ્થા કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here