૭ માસ બાદ ફરી બગદાણા ખાતે બાપાના દર્શન નો પ્રારંભ, સવારે ૭ થી રાત્રીના ૧૦ સુધી ભક્તો દર્શન કરી શકશે.

સામુહિક પ્રસાદ હાલ બંધ રાખવામાં આવ્યો છે, માત્ર વિરામ અને ચાપાણી ની વ્યવસ્થા હાલ કરવામાં આવી છે.

બ્રિજેશ ગૌસ્વામી
કોરોના મહામારીને પગલે દેવાલયો ને પણ બંધ કરી દેવામાં આવ્યા હતા ત્યારે આજે ૭ માસ એટલેકે અંદાજીત ૨૧૦ દિવસ બાદ ફરી આ મંદિરના દ્વાર ભક્તો માટે આજથી ખુલ્લા મુકવામાં આવ્યા છે.કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્ત પણે અમલવારી સાથે આજે સવારે ૭ વાગ્યાથી બજરંગદાસબાપના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા છે. આજથી ફરી બજરંગધામ ભક્તો માટે ખુલ્લું મુકાયું છે. આજથી ૭ માસ અગાઉ મંદિરને કોરોનાને કારણે બંધ કરી દેવામાં આવ્યું હતું. લાખો ભક્તોના આસ્થાનું કેન્દ્ર એવા બગદાણા ખાતે તમામ કોરોના ના કારણે ગુરુપુર્નીમાં સહિતના તમામ ઉત્સવો ૨૧૦ દિવસ જેટલો સમય બંધ રાખવામાં આવ્યા હતા.

ત્યારે બગદાણા ટ્રસ્ટી મંડળ દ્વારા આજથી સરકારની ગાઈડલાઈનને અનુસરી અને ફરી મંદિર ખોલવાનો નિર્ણય કર્યો છે. આ મંદિર સવારે ૭ થી રાત્રીના ૧૦ સુધીજ દર્શન માટે ખુલ્લું રહેશે.નિયત સમયે આરતી કરવામાં આવશે જયારે સામુહિક પ્રસાદ હાલ બંધ રાખવામાં આવ્યો છે જયારે ભક્તો માટે ફક્ત ચાપાણી ની વ્યવસ્થા હાલ શરુ કરવામાં આવી છે.જયારે દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે બાપાના દ્વાર ફરી ખુલતા ભક્તોમાં ભક્તિભાવ સાથે આનંદની લાગણી ફેલાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here