સિહોરના ભડલી ગામના ૬ વર્ષના સંજયની હદય સર્જરી નિશુલ્ક થઈ, ઉસરડ કેન્દ્રના અધિકારીઓની કામગીરી લાજવાબ

હરેશ પવાર
સરકાર દ્રારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં શાળાએ જતા પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, આંગણવાડી કેન્દ્રમાં ભણતા અને શાળા એ ન જતા બાળકોની આરોગ્ય તપાસણી થાય છે તેમાંથી ખામીવાળા બાળકો જણાય તો હદયની તકલીફ, કેન્સર, કીડની, હોઠ કપાયેલા, વાંકા પગ જન્મજાત ખામીઓ વગેરે ના ઓપરેશન મફત કરી દેવામાં આવે છે આવો જ કિસ્સો સિહોર તાલુકાના ભડલી ગામમાં જોવા મળ્યો છે.

જેથી આરોગ્ય તંત્રની સિધ્ધિ ઉડીને આંખે વળગે છે ભડલી ગામે સંજયભાઈ પરમારનો પુત્ર સંજય ઉ.વર્ષ ૬ ની શાળા આરોગ્ય કાર્યક્રમ અન્વયે તેનામાં તકલીફ જણાતા બાલ સ્વાસ્થય કાર્યક્રમ હેઠળ પ્રા.આ.કેન્દ્ર ઉસરડ હેઠળ કામ કરતા ડો.રૂપલબેન વૈષ્ણવ, ડો.સંજયભાઈ ખીમાણી, ફાર્મા વિક્રમભાઈ પરમાર, ફિમેલ હેલ્થ વર્કર લુલ્નાબેન ખોખર સુપરવાઈઝર કરણસિંહ હાડા,આરોગ્ય કાર્યકર રશિરીશભાઈ જાની, સોનલબેન બારૈયા, આશા ફેસી સુમિતાબેન, આંગણવાડી કાર્યકર રંજનબા ગોહિલ ના સંકલનથી આ બાળકને સંદર્ભે કાર્ડ ભરી ભાવનગર સર.ટી. હોસ્પિટલ મોકલેલ ત્યાંથી ઓપરેશન માટે અમદાવાદ યુ.એન મહેતા હોસ્પિટલમાં મોકલેલ ત્યાં મફત ઓપરેશન સરકાર ના શાળા આરોગ્ય કાયઁક્રમ માં થયેલ છે.

આમ બાળક ને નવજીવન મળેલ આ અંગે વાલી સંજયભાઈ પરમાર દ્રારા ડોક્ટરો-આરોગ્ય ટીમનો આભાર માનેલ અને જણાવેલ અમારા બાળકને હદય માં કાણાની તકલીફ ની ખબર પડતા પરિવાર ભાંગી પડેલા પણ આ સરકારશ્રી ના નુતન અભિગમ વાળા કાયઁક્રમ ની જાણકારી મદદ અને પ્રાઈવેટ હોસ્પિટલ કરતા સારી સારવાર મળતા અમોને ખુબજ લાભ થયેલ છે.આર.સી.એચ.ઓ ડો.પી.વી.રેવર ના માર્ગદર્શન માં ટીમ સરસ કામ કરી રહી છે.આ બાળકની તપાસ ૨૯/૧૨/૨૦૧૯ થઈ ૧૯/૧૨/૨૦૧૯ ના રોજ અમદાવાદ ૨ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ સફળ ઓપરેશન હદય ના કાણાનું થયેલ.તાલુકા હેલ્થ કચેરી સિહોર દ્રારા અભિનંદન ટીમને અપાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here