આર્મી જવાન મા ભૌમની રક્ષા કરતા આસામમાં વીરગતી પામ્યા, પરિવારજનોમાં શોકનું મોજું, આર્મી જવાનના અંતિમ સંસ્કાર વતનમાં કરવામાં આવશે,

મિલન કુવાડિયા
ભંડારીયા ગામના આર્મી જવાન આસામમાં શહીદ થયા છે. ભંડારિયા ગામના યુવાન આસામ બોર્ડર પર ઓપરેશન એરિયામાં ફરજ પર હતા તે દરમિયાન હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યા છે. આર્મી જવાનના નશ્વરદેહને ભાવનગર લાવવામાં આવશે. ત્યારબાદ નશ્વરદેહને તેના માદરે વતન ભંડારીયા ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં શહીદ આર્મી જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ભંડારીયાના આ શહીદના સમાચાર મળતા જ તેના પરિવાર પર દુ:ખના ડુંગરો તૂટી પડ્યા છે. તેનો નશ્વરદેહ ભાવનગર ખાતે પુરા સન્માન સાથે લાવવામાં આવશે અને તેમના વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ભંડારીયા ગામનો યુવાન આર્મીમાં પોતાની ફરજ બજાવતો હતો.

તેની ડ્યૂટી આસામ બોર્ડર પર હતી. ત્યારે ભાવનગરના ભંડારીયાનો યુવાન આસામ ખાતે વીરગતિ પામ્યો હતો. આસામના આસામ બોર્ડર પર ઓપરેશન એરિયામાં ફરજ પર હતા, જ્યાં ભાવનગરના આ યુવાનને હાર્ટ એટેક આવતા વીરગતિને પામ્યા હતા.આ વિશે જાણવા મળી રહ્યું છે કે ભાવનગરના યુવાન આસામના લેખાબલી ખાતે ટેન્ક હવાલદાર ઇએમઇ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે હાર્ટએટેક આવ્યો હતો. આજે પુરા સન્માન સાથે બપોર સુધીમાં તેમના નશ્વર દેહને ભાવનગર ખાતે લાવવામાં આવશે. ત્યારબાદ પોતાના વતનમાં અંતિમ સંસ્કાર આપવામાં આવશે.

બોક્સ..

રક્ષાબંધન પહેલા જ ૪ બહેનોના એકના એક ભાઈનો જીવનદીપ બુજાયો

રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ૪ બહેનોના એકનો એક ભાઈ શહીદ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ભંડારીયા ગામનો આર્મી જવાન આસામમાં ટેન્ક હવાલદાર ઈએમઈ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે આસામ બોર્ડર પર ઓપરેશન એરિયામાં ફરજ બજાવતા હતાં. ત્યારે હાર્ટએટેક આવતા શહીદ થયા હતા. કાલે બપોરે આર્મી જવાનના મૃતદેહને ભાવનગર લવાશે અને ત્યાથી તેના માદરે વતન ભંડારીયા લઈ જવા જવાશે અને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here