ફરજ દરમ્યાન વિરગતી પામેલ શહીદ શક્તિસિંહ ગોહિલ નો પાર્થિવદેહ વતન લવાયો, ગામમાં શોકનો માહોલ,

અશ્રુભીની આંખે લોકો અંતિમયાત્રા માં જોડાયા, ગાર્ડ ઓફ ઓનર અને રાષ્ટ્રીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર, ગામે સ્વયંભૂ બંધ પાળી પાઠવી શ્રદ્ધાંજલિ.

સલીમ બરફવાળા
ભાવનગરના ભંડારીયા ના વતની અને આસામ બોર્ડર પર દેશના સીમાડા ની રક્ષા કરતા શક્તિસિંહ ગોહિલ કે જેઓ વિરગતી પામ્યા હતા .આ જવાનનો પાર્થિવદેહ આજે તેમના વતનભંડારીયા ખાતે લવાયો હતો અને પુરા રાષ્ટ્રીય સન્માન સાથે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.આ તકે અનેક રાજકીય મહાનુભવો પણ અંતિમયાત્રા માં જોડાયા હતા જ્યારે ગામે સ્વયંભૂ બંધ પાળી તેમના પનોતા પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવી હતી..દેશના સીમાડા ની રક્ષા કરતા કરતા વિરગતી પામેલા ભાવનગરના ભંડારીયાના શહિદ જવાન શક્તિસિંહ ગોહિલનો પાર્થિવદેહ તેમનાવતન ખાતે લવાયો હતો.ગ્રામજનોએ સ્વયંભૂ બંધ પાળી તેમની અંતિમ વિધિની તૈયારી માં જોડાયા હતા.

સાથે સાથે અનેક સ્થાનિક રાજકીય મહાનુભવો પણ આ શહીદ ને શ્રદ્ધાંજલિ પાઠવવવા ભંડારીયા પહોંચ્યા હતા.પાર્થિવદેવ આવી પહોંચતા લોકોની આંખો ભરાઈ આવી હતી અને અશ્રુભીની આંખે ભારે હ્યદયે શ્રદ્ધાંજલિ પાઠવી તેમની અંતિમયાત્રા માં જોડાયા હતા.વીર શહીદ જવાન શક્તિસિંહ ગોહિલ ના તેમના વતન ભંડારીયા ખાતે આર્મી જવાનોની સલામી ગાર્ડ ઓફ ઓનર સહિતના રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને અગ્નિસંસ્કાર સાથે શહીદનો પાર્થિવદેહ થયો પંચમહાભૂત માં વિલીન થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here