સિહોર ભાવનગર હાઇવે વચાળે આવેલ નારી નજીક ગાયોના ટોળા પર ટોરસ ફરી વળ્યુ : ત્રણ ગાયના કમકમાટીભર્યા મોત

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર ભાવનગરની વચાળે આવેલ નારીના રામદેવપીર મંદિર પાસે રહેલી ૯ જેટલી ગાયો પર ટોરસ ટ્રકના ચાલકે વાહન ચડાવી દેતા અનેક ગાયોના શરીરના અંગો ચગદાઇ ગયા હતા અને ભારે કમકમાટી ઉપજાવે તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ગંભીર ઘટનામાં ત્રણ ગાયોના મોત નિપજ્યા છે ત્યારે અન્ય ગાયોને નારી ગામની નદં ગૌશાળામાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટના સંદર્ભે જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો. અકસ્માત બાદ ટ્રકને સ્થળ પર જ છોડીને ડ્રાઇવર ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની ઉપલબ્ધ વિગતો મુજબ ભાવનગર અમદાવાદ માર્ગ પર આવેલ નારી ગામ નજીક મંગળવારે વહેલી સવારે માતેલા સાંઢ સમા આવતા ટ્રકનાં ચાલકે પોતાનો ટ્રક પુરપાટ ઝઢપે બેફીકરાઇ પુર્વક ચલાવી રામદેવપીર બાપાના મંદિર પાસે ગેટ નજીક બેસેલ નવ જેટલી ગાયોના ટોળા પર ચડાવી દેતા ત્રણ ગાયના સ્થળ પર મૃત્યુ નિપજવા પામ્યા હતા યારે અન્ય છ ગાયને ઇજાગ્રસ્ત હાલતે નારીની નદં ગૌશાળામાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જી ટોરસ ટ્રકનો ચાલક ટ્રક ઘટના સ્થળ પર જ દોડી પોબારા ભણી ગયો હતો. ઉકત ઘટનાની જાણ થતાં જીવદયાપ્રેમીઓ મોટી સંખ્યામાં દોડી ગયા હતા અને ગૌરક્ષકોમાં ગૌવંશના મોતને પગલે ભારે આક્રોશ છવાઇ જવા પામ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here