કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલીયા ઉપર પોલીસ દમન સામે તાકિદે પગલા ભરોઃ અંગ્રેજોને શરમ આવે તેવો અત્યાચાર : આહીર એકતા મંચ દ્વારા રજુઆત

મિલન કુવાડિયા
આહીર એકતા મંચના નેજા હેઠળ ભાવનગર ખાતે અગ્રણીએ કલેકટરને આવેદન પાઠવી કિસાન કોંગ્રેસના અધ્યક્ષ અને ખેડુત આગવાનો પરના પોલીસ દમન અંગે પગલા ભરવા માગણી કરી છે આગેવાને ઉમેર્યુ છે કે ખેડુતોને ખેત પેદાશોના ભાવ મળતા નથી. ત્યારે ખેડૂતોના પ્રશ્નો માટે વહીવટી તંત્ર જાગૃત થાય તે હેતુસર લોકત્રાંતિક રીતે ડુંગળી સહિતની ખેતપેદાશો પીએમ કેર ફંડમાં જમા કરાવવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ ગુજરાત કિસાન કોંગ્રેસન અધ્યક્ષ શ્રી પાલભાઇ આંબલીયા અને ખેડૂત પ્રતિનિધીઓએ રાજકોટ કલેકટર સમક્ષ જાહેર કર્યો હતો.

પણ વહીવટી તંત્રે – સરકારના ઇશારે કિસાન આગેવનો ખેડૂત પ્રતિનિધિઓ પર જુદી જુદી કાયદાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો. માત્ર ગુન્હો દાખલ કરીને અટકાયત જ નહી પણ સાથોસાથ કિસાન આગેવાનોને પોલીસે બેરહમીપૂર્વક ઢોર માર માર્યો. અંગ્રેજો પણ શરમ આવે તેવો  પોલીસે ખેડૂતો ઉપર અત્યાચાર ગુજાર્યો હતો. ખેડૂતોના મુદે વિચાર પૂર્વક લડત લડતા કિસાન આગેવાનો પર પોલીસનો અત્યાચાર નિંદનીય છે અને ગેરબંધારણીય પણ છે. કિસાન આગેવાનો અને ખેડૂત પ્રતિનિધીઓએ કોઇ નિયમનું ઉલ્લંઘન કર્યુ હોય.

તો તેમને સજા કરવાનો અધિકાર ન્યાયતંત્રને છે, પોલીસને નહિ સમગ્ર ઘટનામાં રાજય સરકારની ખેડૂત વિરોધી નીતિ ઉજાગર થઇ છે. ગુજરાત કિસાન અધ્યક્ષ શ્રી પાલભાઇ આંબલીયા પર બેરહેમપૂર્વક અત્યાચાર કરી ઢોર માર મારના પોલીસ અધિકારી અને જેના ઇશારે આ ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવ્યું છે. તેમની સામે તાત્કાલીક પગલા ભરવા માગ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here