નગારે ઘાં

હડતાલ / મગફળી ખરીદીનું રજિસ્ટ્રેશન ઠપ્પ : સિહોર સહિત જિલ્લામાં વીસીઈ ઓપરેટરોનો બહિષ્કાર

ગ્રામ પંચાયતમાં કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરનુ કામ અળગા રહેવાનુ એલાન, ટેકાના ભાવથી મગફળી ખરીદી શરૂ થવાના આરે જ હડતાળ પર, ઓપરેટરની હડતાળને લઇ ખેડુતોમાં ચિંતા 

મિલન કુવાડિયા
સિહોર સહિત રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થવાનું છે. ત્યારે ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળે છેલ્લા બે વર્ષથી બાકી રહેલા કમિશનના નાણા વસુલવા કામગીરીનો બહિષ્કાર કરી તંત્રનું નાક દબાવ્યું છે આજથી મગફળીનું રજિસ્ટ્રેશન તો શરૂ થયું છે પણ કામ અટકી પડ્યું છે કારણ કે આજથી જ ગુજરાત રાજ્ય ગ્રામ્ય પંચાયત કમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ દ્વારા વિરોધ કરીને રજીસ્ટેરશનનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. ગ્રામપંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા સિહોર સહિત જિલ્લાના ૩૫૦ જેટલા વીસીઈ દ્વારા આજથી કામથી અળગા રહેવાનું એલાન કરવામાં આવ્યું છે.

વીસીઈ ગ્રામ પંચાયતમા પગાર વગર કામ કરે છે. તેમને રજીસ્ટ્રેશન દીઠ કમિશન મળતુ હોય છે. ઓપરેટરની હડતાળને લઇ ખેડુતોમાં ચિંતા જોવા મળી રહી છે. વીસીઈ તરીકે કામ કરતા ખેડૂતો અથવા તો ગામના જ ખેડૂતો બીજા લોકોને ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ફોર્મ ભરવામાં પંચાયતની કચેરી એ મદદ કરી છે. જેમની કેટલીક માંગો છે અને તેમને ફોર્મ દીઠ મળતું કમિશન સરકાર તરફથી ન મળતા સરકાર સામે જંગે ચઢ્યા છે. ગઈસાલ મગફળીનું રજિસ્ટ્રેશનનું મહેનતાણું હજુ સુધી મળ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here