પદ્માવત ફિલ્મના વિરોધ આંદોલનમાં યુવાનો ઉપર કરેલા કેસો સરકાર દ્વારા પાછા ખેંચવાની સમગ્ર બાબત

શંખનાદ કાર્યાલય
આવતીકાલે ભાવનગરમાં જિલ્લા કરણી સેના દ્વારા સરકાર સામે ન્યાય માટે થઈને ગાંધી ચીંધ્યા માર્ગે એક દિવસનું ઉપવાસ આંદોલનમાં ઉતરશે.મા પદ્માવતના વિરોધમાં કરેલા આંદોલન વખતે સરકાર દ્વારા રાજપૂત સમાજના યુવાનો પર કરેલા કેસો પરત લેવા બાબત મળેલ આશ્વાસન મુજબ કાર્યવાહી ન થતા રાષ્ટ્રીય કરણી સેના દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ ના દિવસે તા. ૨/૧૦/૨૦૨૦ ને સવારે ૯ થી સાંજના ૬ વાગ્યા સુધી ગાંધી ચીંધ્યા માર્ગે એક દિવસનો પ્રતીક ઉપવાસ ઉપર ભાવનગરના ક્રેસન્ટ સર્કલ એ.વી.સ્કૂલના મેદાન પાસે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત તથા સિહોરના ઘશ્યામભાઈ મોરી સહિતના જિલ્લા કક્ષાના પદ અધિકારીઓ ઉપવાસ આંદોલન માં જોડાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here