100 કરોડ રૂપિયા હોય તો વિરાટ વેચવા અંલગના શિપબ્રેકર તૈયાર 38.54 કરોડમાં ખરીદેલા જહાજની કિંમત વધીને અઢીગણી થઈ


મિલન કુવાડિયા
ભારતીય નૌકાદળનું વિમાનવાહક જહાજ વિસર્જન માટે અલંગ આવી પહોંચ્યુ છે. જોકે આ જહાજ ભાંગી નાખવા માટે ખરીદનારા અલંગના શ્રીરામ ગૂ્રપે હવે જહાજ વેચવા માટે સોદાબાજી શરૂ કરી દીધી છે.જહાજ રાષ્ટ્રગૌરવના નામે 38.34 કરોડમાં ખરીદ્યા પછી હવે આ ગૂ્રપ તેને સવાસો કરોડમાં વેચવા તૈયાર થયું છે. શ્રીરામ ગૂ્રપના મુકેશ પટેલે કહ્યુ હતુ કે આમ તો સવાસો કરોડ મૂલ્ય છે, પણ હું 100 કરોડમાં આપવા તૈયાર છું. જહાજ ખરીદીને સંગ્રહાલયમાં ફેરવવા માટે મુંબઈ સ્થિત કંપની એન્વીટેક મરિન તૈયાર થઈ છે.

ભારતીય નૌકાદળની શાન ગણાતા બીજા વિમાન-વાહક જહાજ આઇએનએસ ‘વિરાટ’ને સાગરી સંગ્રહાલયમાં ફેરવવા માટે કોઇ રાજ્યની સરકારે તૈયારી ન બતાવતા છેવટે નેવીએ જહાજને ભંગારમાં કાઢી નાખવાનો નિર્ણય લેવો પડયો હતો.  અત્યારે  આ જહાજ અલંગ શિપ-બ્રેકિંગ યાર્ડમાં પહોંચી ગયું છે.આઇએનએસ ‘વિરાટ’નું  લીલામ થયું ત્યારે અલંગની કંપની શ્રીરામ ગુ્રપે 38.54 કરોડમાં ખરીદી લીધું હતું અને તેને અલંગના શિપબ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે લાવવામાં આવ્યું છે. હવે આ જહાજને ભાંગતુ બચાવવા માગતી  મુંબઇની એક કંપની પાસે 100 કરોડ રૂપિયાની માગણી લીલામમાંથી ખરીદનાર કંપની તરફથી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here