ઓપરેટરો-સરકારની લડાઇમાં ખેડૂતો ફસાયા


દેવરાજ બુધેલીયા
રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા રજીસ્ટ્રેશન કરવા ગઈકાલે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પણ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો હતો કેમકે,કમ્પ્યુટર નોંધણી ઓપરેટરોએ ખરાં સમયે જ આ કામગીરીનો બહિષ્કાર કર્યો હતો પરિણામે રાજ્યભરમાં રજીસ્ટ્રેશનની કામગીરી જ ટલ્લે ચડી હતી.એટલું જ નહીં, ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જોકે રાજ્યમાં અનેક સ્થળોએ રોષ જોવા મળે છે ટેકાના ભાવે મગફળી ખરીદવા ગઇકાલથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

જેના ભાગરૂપે ખેડૂતો ઇ-ગ્રામ સેન્ટરો પર પહોંચ્યા હતાં પણ કમ્પ્યુટર ઓપરેટરોએ આ સમગ્ર કામગીરીથી અળગા રહેવા એલાન કરતા આજે બીજા દિવસે વીસીઈ ઓપરેટરો કામથી અગળા રહ્યા છે ઓપરેટરોનુ કહેવુ હતુંકે, રાજ્ય સરકારે ગત વર્ષના ય નાણાં ચૂક્વ્યા નથી. એટલું જ નહીં, હવે કમિશન નહીં પણ પગાર ચૂકવો. આ માંગ નહી સ્વિકારાય ત્યાં સુધી કમ્પ્યુટર ઓપરેટરોએ રજીસ્ટ્રેશન કામગીરી નહી કરવા નક્કી કર્યુ હતું. રજીસ્ટ્રેશન ટલ્લે ચડતાં ખેડૂતો ય મુશ્કેલીમાં મૂકાયાં છે કમ્પ્યુટર ઓપરેટરોની હડતાળને લીધે રાજ્યભરમાં મગફળીની ખરીદી માટે શરૂ કરાયેલી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ખોરંભે મૂકાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here