તાઉ-તેને લઇને તૈયારી

ઘોઘા કોળિયાક તળાજા મહુવા સહિત અલંગ, તળાજા, લોંગડી, મહુવા, કલસાર, સંચબંદર વિક્ટર રોડ પરની એમ્બ્યુલન્સો એલર્ટ પર


દર્શન જોશી
અરબ સાગરમાં લો પ્રેશર સાયકલોનમાં પરિણામે ‘‘તાઉ-તે‘‘ વાવાઝોડુ બનશે. જેની કચ્છ તેમજ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અસર થવાની સંભાવના છે. જેને લીધે તમામ દરિયાકાંઠે આવતા વિસ્તારોમાં 108ની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. ભારતના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં આગામી તારીખ 16 મેના રોજ લો પ્રેશર સર્જાય તેવી સંભાવના છે.આ દરિયાઈ વિસ્તારમાં આ સ્થળે પર 108 એમ્બ્યુલન્સને મહત્તમ એલર્ટ રાખવામાં આવી છે. ઘોઘા, કોળિયાક, તણસા, અલંગ, તળાજા, લોનગડી, મહુવા, કલસાર, સંચબંદર વિક્ટર રોડ પરની એમ્બ્યુલન્સો રાખવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા વાવઝોડાની આગાહી ધ્યાન ભાવનગર વહીવટી તંત્ર જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સને એલર્ટ કરી લેવામાં આવી છે. ખાસ કરીને દરિયા કિનારના વિસ્તારોમાં અને પુર સંભવિત વિસ્તારમાં રહેતી સગર્ભા મહિલાનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. એમ્બ્યુલન્સમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સહીત દવાઓનો જથ્થો રાખી દેવામાં આવ્યો છે. 108 એમ્બ્યુલન્સને તમામ કર્મચારીઓને રજા પરથી પરત બોલવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરવાની કીટ આપવામાં આવી છે.

ઇમરજન્સીના ભાગરૂપે 108 એલર્ટ છે : ચેતન ગાધે

હાલ સંભવિત વાવાઝોડાની આગાહીના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં ખાસ કરીને દરિયાઇ વિસ્તારમાં ઇમરજન્સી 108 ટીમોને એલર્ટ કરી દેવાય છે જિલ્લા આઠ થી નવ જેટલા સ્થળો પર ઇમરજન્સી 108 ની ટીમોને સ્ટેન્ડબાય કરી દેવામા આવી છે

પ્રોજેકટ મેનેજર 108 ભાવનગર – ચેતન ગાધે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here