રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દ્વારા પ્રેસવાર્તાનું આયોજન, જવાબદારીએ વ્યવસ્થાનો એક ભાગ છે, છેવાડા ના લોકો સુધી સરકારની યોજનો નો લાભ મળી રહે તે માટે પ્રચાર પ્રસારની જવાબદારી, આગામી વિધાનસભા પેટાચુંટણીમાં પ્રચારની ભૂમિકા મહત્વની રહેશે.

સલીમ બરફવાળા
ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન શિયાળ કે જેમની વરણી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે કરવામાં આવી છે. ત્યારે આજે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા બાદ સૌપ્રથમવાર આજે ડો.ભારતીબેન શિયાળે ભાવનગર ખાતે પ્રેસ વાર્તાનું આયોજન કર્યું હતું. ગાંધી જયંતીના ખાસ દિને આજે ગાંધીજીની છબીને પુષ્પાંજલિ કર્યા બાદ યોજાયેલી પ્રેસવાર્તામાં મેયર, જીલ્લા પંચાયત પ્રમુખ અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા.ભાવનગર ખાતે આજે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.ભારતીબેન શિયાળ દ્વારા આજે સૌપ્રથમ પ્રેસવાર્તાનું આયોજન કર્યું હતું. આ તકે તેમની સાથે મેયર મનહરભાઈ મોરી, જીલ્લા પંચાયત પ્રમુખ વક્તુબેન મકવાણા, તેમજ અન્ય હોદ્દેદારો જોડાયા હતા.

સાંસદની સાથે સંગઠનમાં કામ કરવાની બાબતે ભારતીબેને જણાવ્યું કે જવાબદારીએ વ્યવસ્થાના ભાગરૂપે હોય છે.એટલેકે પદ મળે છે પરંતુ જવાબદારીમાં પણ વધારો થાય છે.અમે તમામ લોકો પાર્ટીની વિચારધારાને અમલી બનાવી તેના વ્યાપ વિસ્તરે તે દિશામાં કામ કરીએ છીએ. વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સરકારની તમામ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોચે તે દિશામાં કાર્ય કરીશું. આગામી દિવસોમાં ગુજરાતમાં વિધાનસભાની પેટા ચુંટણીઓ પણ યોજાનાર છે.જેમાં બોટાદની ગઢડા બેઠક નો પણ સમાવેશ છે. ત્યારે ભાવનગર લોકસભા વિસ્તાર એવા આ બેઠક પર પ્રચારમાં પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની ભૂમિકા મહત્વની બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here