બજારો સજ્જડ બંધ રહી, મોટી સંખ્યામાં રેલી નિકળી, લોકોનો સરકાર વિરોધી બળાપો અને સુત્રચાર


સલીમ બરફવાળા
દલીત સમાજ સાથે વારંવાર અન્યાય ની ઘટનાઓ બની રહી છે.જેમાં હાથરસ ની ઘટનાએ ફરી નિર્ભયા કાંડ ની યાદ તાજી કરાવી છે ત્યારે આ ઘટનામાં આજે ગારીયાધાર ખાતે લોકોએ બંધ પાળી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરી હાથરસની બળાત્કાર અને હત્યાની ઘટનામાં ન્યાયની માંગ કરી છે. ગારિયાધાર ખાતે સમસ્ત વાલ્મીકિ સમાજ, મહાસંઘ ગુજરાત,કોંગ્રેસ પાર્ટી,રાષ્ટ્રીય જન ચેતના પાર્ટી, અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા ઉત્તરપ્રદેશના હાથરસ ની ઘટનામાં બંધ નું એલાન આપ્યું હતું.આ બંધના એલાન ને પણ સારી સફળતા મળી હતી.

જ્યારે આ સાથે જોડાયેલ તમામ પક્ષઓ એ સાથે રહી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.ગારિયાધાર માં સમસ્ત વાલ્મીકિ સમાજ દ્વારા અને સામાજિક સંગઠનો રાજકીય પાર્ટી ઓ દ્વારા હાથરસ માં યુવતી સાથે દુષ્કર્મ બાબતે ન્યાય ની માંગ સાથે રેલી કાઢી આવેદન પત્ર આપી વિરોધ દર્શાવ્યો હતો ગારિયાધાર માં સમસ્ત વાલ્મીકિ સમાજ તેમજ સામાજિક સંગઠનો રાજકીય પાર્ટી ના જણાવ્યા મુજબ દલિત સમાજ સાથે વાંરવાર અન્યાય થાય છે.

ઉત્તરપ્રદેશ ના હાથરસ માં તારીખ ૧૪/૦૯/૨૦૨૦ ના રોજ ૧૯ વર્ષ ની યુવતી ઉપર નરાધમો એ યુવતી પર બળાત્કાર ગુજારી યુવતી ની જીભ કાપી લઈ ત્યાર બાદ યુવતી નું હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું આવી અવાર નવાર બનતી ઘટના તથા દલિત સમાજ સાથે વારંવાર અન્યાય થતો હોવાને લઇ આજરોજ સમસ્ત વાલ્મીકિ સમાજ સામાજિક સંગઠનો રાજકીય પાર્ટી ઓ દ્વારા મામલાદાર સાહેબ ને આવેદન પત્ર આપી નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here